Sat,27 April 2024,12:22 am
Print
header

દ્રૌપદી મુર્મૂ બન્યાં NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર- Gujarat post

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર વિચારણા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી

દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યાં હતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી અને એનડીએએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર વિચારણા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી.બેઠકમાં પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યાં હતા.

બેઠક બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યાં કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યાં બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરવામાં આવી છે.તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી.

કોણ છે દ્રૌપદી મુર્મૂ ?

20 જૂન, 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મૂ ભાજપ અને બીજુ જનતા દળના ગઠબંધન દરમિયાન 2000 થી 2002 સુધી વાણિજ્ય અને પરિવહન સ્વતંત્ર હવાલા સાથે મંત્રી હતા, તેમને મત્સ્ય અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું હતુ. 2000 અને 2004માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા.તેઓ  ઓડિશાના મોટા આદિવાસી નેતા છે.

વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંન્હા

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે યશવંત સિંન્હાના નામની જાહેરાત કરી છે. વિપક્ષના ઉમેદવારને લઈ દિલ્હીમાં શરદ પવારના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એન કે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ બેઠકમાં હાજર રહ્યાં હતા. બાદમાં આ નામની જાહેરાત કરાઇ હતી.

કોણ છે યશવંત સિંન્હા

યશવંત સિન્હા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નેતા છે. જેઓ હાલમાં બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા. તેમણે મમતાની તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા, તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને કામો કર્યાં છે. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી હતી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યાં પછી  તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું હતુ. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch