Sat,27 April 2024,3:10 am
Print
header

પંજશીરમાં તાલિબાનોએ ખેલ્યો ખૂની ખેલ: અફઘાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના મોટા ભાઈની હત્યા

તાલિબાનોએ ક્રૂર રીતે હત્યા કરીને વિરોધીઓને ડરાવ્યાં 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબ્જા બાદ સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. સમાચાર આવી રહ્યાં છે કે, તાલિબાને સત્તા સંભાળી તે પહેલા અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ રહેલા અમરૂલ્લાહ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા કરી દેવામાં આવી છે.મળતી માહિતી મુજબ પંજશીરમાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

તાલિબાન અને પંજશીરના યોદ્ધા વચ્ચે ગુરુવારે રાત્રે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાલેહનો મોટો ભાઈ માર્યો ગયો હતો. એવા અહેવાલો છે કે તાલિબાન લડવૈયાઓએ રોહુલ્લાહ સાલેહને ખૂબ ત્રાસ આપ્યો અને અંતે ક્રૂર રીતે મારી નાખ્યો. પંજશીર એ વિસ્તાર છે જ્યાં તાલિબાન હાલમાં નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ) અને નોર્ધન એલાયન્સ સાથે લડી રહ્યું છે. તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલનો કબ્જો મેળવ્યો હતો. પંજશીરમાં તાલિબાનીઓ વિરુદ્ધ આઝાદીની લડત ચાલુ છે.અશરફ ગનીએ દેશ છોડ્યા પછી, અમરૂલ્લાહ સાલેહે પંજશીરના લડવૈયાઓને ખુલ્લો ટેકો આપ્યો હતો. જેથી તાલિબાનને તેમને ખુલ્લી ચેતવણી પણ આપી હતી. ગુરુવારે તાલિબાનોએ પંજશીરમાં અફઘાન નાયક અહેમદ શાહ મસૂદની કબરમાં તોડફોડ કરી હતી, જેને કારણે પંજશીરની રાજધાની બાઝારખમાં હંગામો મચી ગયો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની ક્રૂરતા સામે આવવા લાગી છે. તાલિબાને રાજધાની કાબૂલના એક પોલીસ સ્ટેશનમાં બે પત્રકારોને ચાર કલાક સુધી બંધક રાખ્યા અને તેમનાં કપડાં ઉતારીને તેમને ચાબુક અને ઇલેક્ટ્રિક વાયરથી નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો. બંનેનાં શરીર પર ઘાનાં નિશાન  તાલિબાનોની ક્રૂરતા કહી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch