Sat,27 July 2024,3:05 pm
Print
header

I.N.D.I.A ગઠબંધનમાં તિરાડ, G- 20 ડિનરમાં મમતા બેનર્જી સામેલ થતાં કોંગ્રેસે ઉઠાવ્યાં સવાલ- Gujarat Post

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ G-20 ડિનરમાં હાજરી આપ્યાં બાદ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે તેમની સાથે ગઠબંધન કરતા સવાલો ઉભા થયા છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ નવી દિલ્હીમાં G-20 મીટિંગના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપવાના મમતા બેનર્જીના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો પૂછ્યું હતું કે શું તેનાથી નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ તેમનું વલણ નબળું નહીં પડે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અન્ય કોઈ કારણ છે કે કેમ. સાથે જ ટીએમસીએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કહ્યું કે બેનર્જી વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને અસ્તિત્વમાં લાવવાના મુખ્ય આર્કિટેક્ટ્સમાંના એક છે અને કોંગ્રેસના નેતાએ તેમને વહીવટી દ્રષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ વિશે પ્રવચન આપવાની જરૂર નથી.

ચૌધરીએ પત્રકારોને જણાવ્યું કે જ્યારે ઘણા બિન-ભાજપ મુખ્ય પ્રધાનોએ ડિનરમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, દીદી (મમતા બેનર્જી) એક દિવસ પહેલા દિલ્હી જવા રવાના થયા હતા.તે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હાજર રહ્યાં હતા.તેમણે કહ્યું કે મને આશ્ચર્ય છે કે તેમને આ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે કોણે પ્રેરિત કર્યાં હતા. ત્યારે હવે મોદી વિરોધી મોરચામાં લોકસભા ચૂંટણી પહેલા જ ભંગાણ દેખાઇ રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch