Fri,03 May 2024,3:23 pm
Print
header

જસવંતે મારું જીવન બરબાદ કરી નાખ્યું, આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ ત્રાસી ગયા હતા, બાદમાં જસવંતે પણ કરી આત્મહત્યા

(મૃતકનો ફોટો)

અમદાવાદઃ મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે તેના પરિણીત પ્રેમીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસને ઘટના સ્થળ પરથી બે પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. આ આપઘાત બાદ તેના પ્રેમી જસવંત રાઠોડે પણ આપઘાત કરી લીધો છે.

પોલીસ કોન્સ્ટેબલ લલિતા પરમારે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે 'મારે આત્મહત્યા કરવાની ફરજ પડી છે, કારણ કે હું મારા જીવનથી કંટાળી ગઇ છું, મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે. જસવંત મને નોકરી કરવા દેતો નથી અને મને શાંતિથી જીવવા દેતો નથી, તે મારી સાથે દુર્વ્યવહાર કરે છે, જસવંત રાઠોડે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મૃતક લલિતા પરમારનું પ્રથમ પોસ્ટિંગ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં થયું હતું. તે છેલ્લા બે મહિનાથી અહીં કામ કરતા હતા. પરંતુ તેના પરિણીત પ્રેમી જસવંત રાઠોડને લલિતાની પોલીસની નોકરી પસંદ ન હતી. તે તેના પર નોકરી છોડવા માટે દબાણ કરતો હતો. જસવંત રાઠોડ પોલીસકર્મી લલિતા પર શંકા કરતો હતો. લલિતાનું અન્ય કોઈ પુરુષ સાથે અફેર છે કે કેમ તે જોવા માટે તે વીડિયો કોલ દ્વારા આખી રાત તેની જાસૂસી કરતો હતો. જેના કારણે લલિતા માનસિક રીતે ખૂબ જ પરેશાન હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આરોપી જસવંત રાઠોડ અને લલિતા એક જ ગામના રહેવાસી છે. લલિતા તેના કરતા 10 વર્ષ મોટા પરિણીત જસવંતના પ્રેમમાં હતી. બંનેનું છેલ્લા 19 વર્ષથી અફેર હતું. જસવંતને બે બાળકો છે, છતાં જસવંતને લલિતા સાથે પ્રેમ સંબંધ હતો. રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા જસવંતને ગમ્યું નહીં કે તેની પ્રેમિકા લલિતા પોલીસમાં નોકરી કરે. પ્રેમિકાની આત્મહત્યા બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch