Fri,03 May 2024,7:36 pm
Print
header

ACB ને સબ રજીસ્ટ્રારના ઘરેથી મળ્યાં હતા રૂ.58.28 લાખ રોકડા, હિસાબ ન આપી શકતા આરોપી સામે દાખલ થયો ગુનો

અમદાવાદઃ ગત ઓગસ્ટ મહિનામાં વેજલપુરમાં એસીબીએ દરોડા કર્યાં હતા, જેમાં આરોપી સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાની ધરપકડ કરાઇ હતી. મકાનના દસ્તાવેજ માટે રૂપિયા 1.50 લાખની લાંચના કેસમાં તેમની સામે આ કાર્યવાહી થઇ હતી, આરોપીના ઘરેથી એસીબીને 58.28 લાખ રૂપિયાની રોકડ પણ મળી હતી, સાથે વિદેશી દારુની 12 બોટલો પણ મળી હતી.

આ કેસમાં આરોપી સામે હવે ગુનો દાખલ કરાયો છે, તેમના ઘરેથી જે રકમ મળી હતી, તેનો હિસાબ ન આપી શકતા આ કાર્યવાહી કરાઇ છે, એસીબીએ અપ્રમાણસર મિલકતને લઇને ગુનો દાખલ કર્યો છે, આરોપીએ જે તે સમયે ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને એસીબીના છટકામાં ફસાઇ ગયા હતા, ત્યારે આરોપીના ઘરેથી મોટી રકમ મળતા એસીબીની ટીમ પણ ચોંકી ગઇ હતી.

હવે આ કેસની ઉંડી તપાસ થઇ રહી છે, એસીબીએ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, આ ઓપરેશનથી અન્ય લાંચિયા બાબુઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

(આ સ્ટોરી પણ વાંચો https://www.gujaratpost.in/news/acb-recovers-Rs-58-lakh-cash-and-12-liquor-bottle-from-sub-register-office-gujaratpost )

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch