Sun,05 May 2024,8:52 pm
Print
header

અમદાવાદમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે થઈ શકે છે મોટા ખુલાસા- Gujarat Post

અમદાવાદઃ સાયબર ક્રાઇમે કેનેડા અને અમેરિકાથી ગાંજા અને કોકેઇનના જથ્થાનો ગુજરાતમાં સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શાહીબાગમાં આવેલી પોસ્ટ ઓફિસમાં 20 જેટલા પાર્સલોમાંથી અંદાજે રૂપિયા 50 લાખની કિંમતનો છ કિલો ગાંજો અને અઢી કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. જે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી અને ગાંધીનગર જેવા શહેરોમાં સપ્લાય કરવાનો હતો. આ ડ્રગ્સનો જથ્થો રમકડા અને પુસ્તકોની આડમાં મોકલવામાં આવતો હતો.

આ અંગે તપાસ કરતાં સાયબર ક્રાઈમને મહત્વની વિગતો મળી રહી છે. ડાર્કવેબ મારફતે ઉપયોગમાં લેવાતા પેમેન્ટ ગેટવેની વિગતો મળી છે. જેના દ્વારા આ પેમેન્ટ કરવામાં આવતું હતુ, 35થી વધુ મોબાઈલ નંબરો, 6 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની માહિતી પણ મળી છે. આ નંબરનો ઉપયોગ કરીને પાર્સલની ડિલિવરી લેવામાં આવતી હતી.ડ્રગ્સ માફિયાઓ સપ્લાયર્સ સાથે વાત કરવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા.

વિદેશથી ડ્રગ્સ મંગાવવાના કૌભાંડમાં ગૃહવિભાગ અને સ્થાનિક પોલીસ સાથે અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે. સાથે જ યુવાઓને બદબાદ કરતા આ દૂષણ સામે પોલીસ અભિયાન તેજ કરી રહી છે, આ કેસમાં અનેક મોટા માથાઓના નામો ખુલી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch