Sun,28 April 2024,12:30 am
Print
header

ન્યાયની માંગ...ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં પીઆઈ ખાચર સામે FIR નોંધાઈ- Gujarat Post

પીઆઈ ખાચર હાલમાં ફરાર છે

FIR દાખલ કરવામાં આવી હોવાથી આરોપીને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદઃ આઠ દિવસ પહેલા ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં ડૉ.વૈશાલી જોષીએ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી. જેમાં તેમણે લખેલી સ્યૂસાઇડ નોટમાં આત્મહત્યા માટે પીઆઇ બી કે ખાચરને જવાબદાર ગણાવવામાં આવ્યાં હતા અને તેમના સંબધોની બાબતોની નોંધ ડાયરીમાં મળી આવી હતી. ઈકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈ બીકે ખાચર સામે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.

વડોદરામાં રહેતી ડો.વૈશાલી જોષીની બહેન 35 વર્ષીય કિંજલ પંડ્યા આ કેસની ફરિયાદી છે. તેણે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, તપાસકર્તાઓને વૈશાલીના મૃતદેહ પાસે મળેલી એક સ્પાઈરલ નોટબુકમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાચર સાથેના બ્રેકઅપને કારણે તે આત્મહત્યા કરી રહી છે.

કિંજલે ઉમેર્યું હતું કે, તપાસકર્તાઓએ તેને જોશીની નોટ વાંચવા માટે આપી હતી. ખાચરે તેની સાથેના સંબંધો તોડી નાખ્યાં પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ખાચર તેની આત્મહત્યા માટે જવાબદાર છે અને તેણે જ વૈશાલીને આવું કરવા માટે મજબૂર કરી હતી.

એફઆઈઆરમાં જણાવાયું છે કે વૈશાલી સંવેદનશીલ હોવાથી કિંજલે ક્યારેય તેના પર લગ્ન માટે દબાણ કર્યું ન હતું. તે મને તેના વિશે ચિંતા ન કરવાનું કહેતી હતી પરંતુ તેના સંબંધો અને ડરથી ખાચર દ્વારા થતી સતામણી વિશે મને ક્યારેય જણાવ્યું ન હતું. અમે તેના મૃત્યું પહેલા તેના બોયફ્રેન્ડ કે તેના નામ વિશે પણ ક્યારેય જાણતા ન હતા, તેમ કિંજલે એફઆઈઆરમાં જણાવ્યું હતું. ખાચર અને મૃતક ડો.વૈશાલી 5 વર્ષથી એકબીજના સંપર્કમાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch