Sun,05 May 2024,6:04 pm
Print
header

વાઇબ્રન્ટ ગુજરાત... અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈ તંત્રની તડામાર તૈયારી- Gujarat Post

(file photo)

યુએઈના રાષ્ટ્રપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આવકારશે.

રોડ શોના રૂટ પર રંગ રોગાન, સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે અમદાવાદની હોટેલો 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી હાઉસફુલ

અમદાવાદઃ આવતા સપ્તાહે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થશે. જેમાં સામેલ થવા પીએમ મોદી ફરી એક વખત અમદાવાદ આવશે. યુએઈન રાષ્ટ્રપતિ પણ આ સમિટમાં સામેલ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. યુએઈના રાષ્ટ્રપતિને આવકારવાની સાથે વડાપ્રધાન મોદી તેમને રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઈ જશે.એક સરકારી અધિકારીનાં જણાવ્યાં અનુસાર આ રોડ શો સાબરમતી આશ્રમ ખાતે પૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ 2003માં કરાવ્યો હતો. જેના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એટલે તેને ભવ્યાતિભવ્ય બનાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. સાથે જ અનેક નવી કંપનીઓ કરોડો રૂપિયાનું રોકાણ લઇને ગુજરાતમાં આવી રહી હોવાનો સરકારનો દોવો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch