Fri,03 May 2024,1:08 pm
Print
header

અમદાવાદ-ધોળકા હાઇવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, ડમ્પરે કારને ટક્કર મારતા 5 લોકોનાં ઘટના સ્થળે મોત

અમદાવાદ-ધોળકા હાઈવે પર વહેલી સવારે મોટો અકસ્માત

5 લોકોનાં મોતથી સનસનાટી મચી ગઇ

બોલેરોનો ખુદડો બોલાઈ ગયો હતો

અમદાવાદ-ધોળકા હાઈવે પર વહેલી સવારે મોટો અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોતથી સનસનાટી મચી ગઇ છે. ડમ્પરે બોલેરોને પાછળથી ટક્કર મારતા 5 શ્રમિકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે બોલેરોનો ખુદડો બોલાઈ ગયો હતો.

પાંચેય લોકો દાહોદથી મજુરી કામ માટે જઈ રહ્યાં હતા

અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં નીતિશ નાનસિંગ ભીલવાડ, દિલીપ નાનસિંગ ભીલવાડ, રાહુલ ખુમસિંગ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ, રાજુ માનસિંગ ખાંદરા નામના શ્રમિકોનાં મોત થયા છે. રામચંદ્ર ભીલવાડ (બાળક )અને મનીષા નિતેશભાઇ ભીલવાડ બંને ઈજાગ્રસ્ત થતા અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.

બોલેરોમાં સવાર પાંચ લોકો દાહોદથી મજુરી કામ માટે જઈ રહ્યાં હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch