Sat,27 April 2024,2:10 am
Print
header

તાલિબાનોની ચેતવણીઃ હવે કોઈ અફઘાની નાગરિકને દેશ છોડવા નહીં દઈએ

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી વિશ્વના અનેક દેશો દ્વારા તેમના નાગરિકોનું રેસ્ક્યૂ કરવાનું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે તાલિબાને ચેતવણી આપી  છે કે હવે કોઈ અફઘાની નાગરિકને દેશ છોડવાની મંજૂરી નહીં આપવામાં આવે, બીજા કેટલાક દેશો મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનીઓને તેમની સાથે લઈ જઈ રહ્યાં છે, જેનાથી તાલિબાનો ગુસ્સે ભરાયા છે. તમામ દેશોએ તેમની ડેડલાઈનમાં પોતાના નાગરિકોને પરત લઇ જવાના રહેશે. હવે કોઈ અફઘાનીને નહીં લઈ જવા દેવામાં આવે, તાલિબાનની આ ચેતવણી બાદ રેસ્ક્યૂ મિશનમાં અડચણો આવી શકે છે.  

તાલિબાનના ડરથી લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યાં છે, આ સ્થિતિમાં પોતાની છબી સુધારવાની કોશિશમાં તાલિબાને અફઘાન નાગરિકોને બહાર જવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તાલિબાને તાજેતરમાં કહ્યું કે લોકો ડરથી નથી ભાગી રહ્યાં પરંતુ તેઓ પશ્ચિમી દેશોમાં સારી જિંદગી જીવનવાના હેતુથી જઈ રહ્યાં છે.

અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરીને ભારતીયોને ભારત પરત લાવવાનું મિશન પણ ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પરત ફરેલા 78 મુસાફરોમાંથી 16 કોરોના પોઝિટિવ આવ્યાં હતા. જાણકારી મુજબ કાબુલથી ગુરુગ્રંથ સાહેબથી પરત ફરેલા ત્રણ ગ્રંથી પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. હાલમાં મોદી સરકાર અફઘાનિસ્તાનથી લોકોને પાછા લાવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch