Sat,27 April 2024,3:43 am
Print
header

અફઘાનિસ્તાન પાછું તાલિબાની યુગમાં ધકેલાયું, રાષ્ટ્રપતિ અશરફ ગનીનું રાજીનામું, દેશ છોડી દીધો હોવાની ચર્ચા

તાલિબાનોએ જેલમાંથી 5000 કેદીઓને છોડાવી મુક્યાં 

કાબૂલઃ અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનોના કબ્જામાં છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદ પરથી અશરફ ગનીએ રાજીનામું આપી દીધું છે તેઓ દેશ છોડી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ પહેલા તાલિબાન કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરારના દોહાથી કાબૂલ પહોંચવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ હોઈ શકે છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તેઓ દેશના નાગરિકોની સલામતીની બાંહેધરી આપે છે.

તાલિબાને કાબૂલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધી છે, આશરે 5 હજાર કેદીઓને છોડાવી લીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા, તાલિબાને કાબૂલના સારોબી, બગરામ, પગમાન અને કારબાગ જિલ્લાઓમાં પણ કબ્જો કરી લીધો છે. બગરામ એરપોર્ટ સહિત કેટલાક વિસ્તારો પર કબ્જો કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch