Sat,04 May 2024,10:52 pm
Print
header

કલ્કિધામના શિલાન્યાસ બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું, ન ભૂતો ન ભવિષ્યતિ, મોદી જેવા કોઈ પ્રધાનમંત્રી નહીં

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન તેમણે કલ્કિ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. તેના પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ પીએમ મોદીના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું, "મોદી જેવો બીજો વડાપ્રધાન ક્યારેય થયો નથી. ન તો ભૂતો ન ભવિષ્યતિ.

પ્રમોદ ક્રિષ્નમે જણાવ્યું કે, વડાપ્રધાને  શ્રી કલ્કિ ધામની ભૂમિને જે આદર સાથે પ્રણામ કર્યાં છે. હું માનું છું કે ન તો ભૂતકાળમાં કોઈ હતો અને ન તો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી જેવો કોઈ બીજો PM હોઈ શકે.' આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે આ આપણા દેશ અને 'સનાતન ધર્મ' માટે ગર્વની ક્ષણ છે.  ક્રિષ્નમે કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. આજનો દિવસ સમગ્ર સનાતન અને વિશ્વ માટે ગૌરવનો દિવસ છે. પીએમ મોદીનું નામ યુગો સુધી ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં લખવામાં આવશે.

કલ્કિધામના શિલાન્યાસ સમારોહમાં પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સંભલમાં કલ્કિ ધામ મંદિર બનશે. પીએમ મોદી સત્યયુગથી કલયુગ સુધીના સેતુ બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન પીએમએ કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. જે બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મંચ પરથી જ હાથ જોડીને પીએમનું અભિવાદન કર્યું હતું.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'હું પ્રમોદ કૃષ્ણમને દૂરથી એક રાજકીય વ્યક્તિ તરીકે ઓળખતો હતો, પરંતુ થોડા દિવસો પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે મને ખબર પડી કે તેઓ આવા ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં કેટલી મહેનત કરે છે. કલ્કિ મંદિર માટે તેમને અગાઉની સરકારો દરમિયાન લાંબી લડાઈ લડવી પડી હતી અને કોર્ટના ચક્કર ખાવા પડ્યાં હતા.નોંધનિય છે કે હાલમાં જ આચાર્યને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે, રામમંદિરમાં ન જવાના કોંગ્રેસના નિર્ણયની તેમને ટીકા કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ સામેના નિવેદનો બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યાં હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch