ટોક્યોઃ જાપાનમાં સ્વાસ્થ્ય સુધારવાની લાલસામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક હેલ્થ ટોનિક પીવાથી જાપાનમાં પાંચ લોકોનાં મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રોડક્ટ્સ પાછી લેવાનું શરૂ થઈ ગયું છે. 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઓસાકા સ્થિત કોબાયાશી ફાર્માસ્યૂટિકલ કંપની પર આરોપ છે કે તેને પોતાની પ્રોડક્ટ વિશે આશંકા હતી તેમ છંતા તેનું વેચાણ કર્યું હતુ.
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા બેનીકોઝી કોલેસ્ટેર હેલ્પ સહિત અનેક ઉત્પાદનોનું સેવન કર્યા બાદ 114 લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. બેનીકોઝી કોલેસ્ટે હેલ્પમાં બેનીકોઝી નામનું ઘટક હોય છે, જે ફૂગની લાલ પ્રજાતિ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મૃત્યુઆંક બે હતો. ઉત્પાદન ઉત્પાદકના જણાવ્યાં અનુસાર આ ઉત્પાદનોનું સેવન કર્યાં પછી કેટલાક લોકોને કિડનીની સમસ્યા થઇ હતી.
કંપનીના પ્રમુખે માફી માંગી
અકિહિરો કોબાયાશીએ આ અંગે માફી માંગી હતી. કંપનીએ બજારમાંથી બેનીકોઝી ઘટકો ધરાવતી અન્ય ઘણી પ્રોડક્ટ્સ પાછી ખેંચી લીધી છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે તેની સત્તાવાર વેબસાઇટ પર આ ઉત્પાદનોની સૂચિ પ્રકાશિત કરી છે. આ ઉત્પાદનોમાં તે ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે જેમાં બેનીકોઝીનો ઉપયોગ 'ફૂડ કલર' માટે કરવામાં આવ્યો છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે. કોબાયાશી ફાર્માસ્યૂટિકલ વર્ષોથી બેનીકોજી ઉત્પાદનોનું વેચાણ કરે છે પરંતુ સમસ્યાઓ 2023 માં બનેલા ઉત્પાદનો સાથે શરૂ થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 18.5 ટન બેનીકોજીનું ઉત્પાદન કર્યું હતું.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
અમેરિકામાં મહેસાણાના કનોડા ગામના પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીનું મોત | 2025-03-22 17:40:09
સુનિતા વિલિયમ્સની 9 મહિના બાદ ઘર વાપસી, ઝુલાસણમાં આતશબાજી - Gujarat Post | 2025-03-19 11:30:57
આખરે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીની ગણતરી શરૂ - Gujarat Post | 2025-03-18 12:18:33
બલૂચ આર્મીનો પાકિસ્તાનમાં બીજો મોટો હુમલો, 90 જવાનોનાં મોતના અહેવાલ | 2025-03-16 17:24:31
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51