Sun,28 April 2024,8:19 am
Print
header

માત્ર મોદી જ....2024 માં પણ કોંગ્રેસનો ખાત્મો....મોદી સરકાર જોરદાર લહેર સાથે કેન્દ્રમાં ફરી સરકાર બનાવશેઃ સર્વેમાં અનુમાન

દેશમાં 543 માંથી ભાજપ અને તેના સહયોગીઓને 335 બેઠકો મળવાનો અંદાજ, ફરી મોદી સરકાર

ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપની હેટ્રિકઃ સર્વે

દેશમાં મોદીની જોરદાર લહેર થયાવત

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે દેશમાં ફરીથી ભાજપ તરફી વાતાવરણ બની રહ્યું છે. થોડા સમય પહેલા ઇન્ટરનેશનલ મીડિયામાં રિપોર્ટ આવ્યાં હતા કે મોદી સરકારને ફરીથી હિન્દુઓની લાગણી મળશે અને ફરીથી ભારતમાં કમળ ખિલશે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, ઇન્ડિયા ટુડે અને સી વોટરના સંયુક્ત સર્વે મુજબ 2024 માં પણ દેશમાં મોદી સરકાર જ આવશે, 543 લોકસભા બેઠકો પરના અંદાજે 38 હજાર લોકોને આ બાબતે પૂછવામાં આવ્યું હતુ, જેમાં ભાજપ તરફી વધારે લોકો હતા.

ઈન્ડિયા ટુડે અને સી વોટરનો સર્વે ‘મૂડ ઓફ ધ નેશન’
 
ઉત્તર પ્રદેશમાં મોદી લહેર, રામમંદિર બન્યાં પછી લોકમાં ઉત્સાહ

સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવનારા ઉત્તર પ્રદેશમાં ભાજપને 80 માંથી 72 બેઠકો મળવાનો અંદાજ સર્વેમાં આંકવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ફરીથી કેસરિયો લહેરાવાનું અનુમાન છે, હરિયાણામાં 10 માંથી 8, ઉત્તરાખંડમાં 5 માંથી 5, મધ્યપ્રદેશમાં 29 માંથી 27 બેઠકો પર કમળ ખીલી શકે છે, છત્તીસગઢમાં 11 માંથી 10 બેઠકો પર ભાજપની જીત થઇ શકે છે.

ઈન્ડિયા ટુડે અને સી વોટરનો સર્વે ‘મૂડ ઓફ ધ નેશન’

ગુજરાતમાં ભાજપને 62 ટકા મતો મળવાનો અંદાજ

કોંગ્રેસને 26 ટકા અન્યને 15 ટકા વોટશેર મળવાનો અંદાજ

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને ફાયદો

મહારાષ્ટ્રમાં પણ જો અત્યારે ચૂંટણી થાય તો ભાજપ ગઠબંધનને 22 બેઠકો મળવાનો અંદાજ છે, કોંગ્રેસને 12 અને ઉદ્ધવ શિવસેના અને શરદ પવાર ગ્રુપને 14 બેઠકો મળી શકે છે. જ્યારે રાજસ્થાનમાં પણ ગુજરાતની જેમ તમામ 25 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થઇ શકે છે.

બિહારમાં 40 માંથી 32 બેઠકો ભાજપ અને તેના સહયોગીઓને મળી શકે છે. પશ્વિમ બંગાળમાં 42 માંથી 19 બેઠકો ભાજપ અને તેના સહયોગીઓને મળવાનો અંદાજ છે. દિલ્હીમાં તમામ 7, કર્ણાટકમાં 28 માંથી 24, અસમમાં 14 માંથી 12, હરિયાણામાં 10 માંથી 8 બેઠકો પર એનડીએની જીત થઇ શકે છે.

આમ દેશમાં હજુ મોદી મેઝિક છવાયેલો છે અને ભાજપ અને તેના સહયોગીઓ સાથે મળીને 2024 લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને ફરીથી સત્તામાં આવી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch