નવી દિલ્હીઃ આજથી 2 હજાર રૂપિયાની ગુલાબી નોટોની વિદાય શરૂ થઈ રહી છે. આજથી દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટો જમા થશે. લોકો તેમના બેંક ખાતામાં બે હજારની નોટ જમા કરાવી શકે છે. જેમનું એકાઉન્ટ નથી તેમના માટે 20 હજારની મર્યાદા રાખવામાં આવી છે. 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર સુધી જમા કરાવી શકશો.આરબીઆઈએ બજારમાંથી 2000ની નોટ હટાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. આરબીઆઈનું કહેવું છે કે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000ની નોટ બંધ કરવામાં આવી રહી છે, કારણ કે નોટની નિશ્ચિત ઉંમર પૂરી થઈ રહી છે.
નોટ એક્સચેન્જનો સમયગાળો 4 મહિનાનો
RBIએ 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાનો સમયગાળો 4 મહિના સુધી રાખવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે લોકોએ સરકારના નિર્ણયને ગંભીરતાથી લેવો જોઈએ અને તેમની પાસે રહેલી 2000 રૂપિયાની નોટો સમયસર બેંકમાં જમા કરાવવી જોઈએ. આરબીઆઈએ વિદેશમાં રહેતા ભારતીયો અને વિદેશ પ્રવાસ પર ગયેલા લોકો માટે 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગયો છે.
શું આરબીઆઈએ કોઈ નવા નિયમો લાગુ કર્યા છે ?
ક્લીન નોટ પોલિસી હેઠળ આરબીઆઈ રૂ. 2000ની નોટો પાછી ખેંચી રહી છે. RBIએ 2 હજારની નોટ બદલવા માટે કોઈ નવો નિયમ લાગુ કર્યો નથી. ગુલાબી નોટો એક્સચેન્જ કરવા માટે બેંકમાં તે જ નિયમો લાગુ થશે જે પહેલા હતા. 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કરન્સી મેનેજમેન્ટનો એક ભાગ છે. 2000 રૂપિયાની ચલણી નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
છેલ્લા 4 વર્ષથી નોટ છાપવાનું બંધ હતું
2016માં સરકારે નોટબંધી બાદ 2 હજારની નોટ જારી કરી હતી. છેલ્લા 3 વર્ષથી RBIએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. સાડા છ વર્ષની સફરમાં કરોડો લોકોના ખિસ્સાનું ગૌરવ બની ગયેલી 2000 રૂપિયાની નોટ આજથી વિદાય લઈ રહી છે. RBIએ આજથી દેશની તમામ બેંકોમાં 2 હજારની નોટો બદલવા અને જમા કરાવવાની સુવિધા શરૂ કરી દીધી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07