Sat,27 April 2024,2:47 am
Print
header

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનો દેશજોગ સંદેશ, જમ્મુ-કાશ્મીર સહિત અનેક મુદ્દે કહી વાત

નવી દિલ્હીઃ દેશ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની તૈયારીઓ કરી રહ્યો છે કલાકો પછી 75 મા સ્વતંત્રતા પર્વ અમૃત મહોત્સવની ઉજવણી થશે તે પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સાંજે દેશને સંબોધન કર્યું છે તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એક નવી જ ઉર્જા જોવા મળી રહી છે. યુવાનોએ વિકાસમાં સહયોગી થવા અને લોકશાહીને મજબૂત બનાવવા આગળ આવવું જોઇએ. એક તરફ આતંકીઓ અહી સક્રીય છે બીજી તરફ અહીના યુવાનોને અપીલ કરતા કહ્યું છે કે તેઓ લોકશાહીની રક્ષા કરે. 

રાષ્ટ્રપતિએ આ ઘડીએ સ્વાતંત્રતા સેનાનીઓને યાદ કરીને તેમને નમન કર્યું છે કહ્યું કે આપણા દેશના મહાન વ્યક્તિઓને કારણે આપણને આઝાદી મળી છે, તેમને નમન કરૂં છું, સાથે જ કહ્યું કે દેશમાં કોરોનાનો પ્રભાવ યથાવત છે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને નાગરિકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરી છે. 

રાષ્ટ્રપતિએ હાલમાં જ યોજાયેલા ટોકયો ઓલિમ્પિકમાં દેશની દિકરીઓના ભવ્ય પ્રદર્શનના વખાણ કરીને દરેક માતાપિતાને અપીલ કરી કે તેઓ દિકરીઓને ભણાવે અને આગળ વધારે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch