ગુજરાતી ફિલ્મ 'સાહેબ'નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે. મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રીયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી સ્ટારર આ ફિલ્મ એક લિડરની કહાની છે. મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સાહેબ એક સ્ટુડન્ટના લીડર બનવાની વાત છે. ફિલ્મના ટીઝરમાં સ્ટુડન્ટ્સનું આંદોલન દર્શાવવામાં આવ્યુ છે. ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. આ ફિલ્મ શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ફરી એકવાર કિંજલ રાજપ્રિયા દેખાશે. પહેલાં બંને 'શું થયુ' ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતાં. 2018માં મલ્હાર ઠાકરની 'શું થયુ' અને 'શરતો લાગુ' બે ફિલ્મ રિલીઝ થઇ અને બંને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ. ફિલ્મ સાહેબમાં અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. ફિલ્મ ફેબ્રુઆરી 2019માં રિલીઝ થઇ રહી છે.