મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસીનું ટ્રેલર રીલીઝ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી’નું શાનદાર ટ્રેલર રીલીઝ થઈ ગયું છે,ફિલ્મી ચાહકોમાં ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચાઓ હતી અને હવે ફાઇનલી કંગનાની આ ફિલ્મનું શાનદાર ટ્રેલર સામે આવી ગયું છે,ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના બાળપણથી લઇને લગ્ન અને પછી અંગ્રેજો સામેના તેમનાં યોદ્ધાના રૂપને જોઇ શકાશે,ફિલ્મનું નિર્દેશન રાધા ક્રિષ્ન જગરલમૂડીએ કર્યું છે,‘ મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી હિન્દી અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીના રોજ રીલીઝ થશે.