Thu,24 October 2024,5:27 am
Print
header

આખરે વડોદરાની માંજલપુર બેઠક પર યોગેશ પટેલને જ કરાયા રિપીટ, 8મી વખત આપી ટિકિટ- Gujarat Post News

વડોદરાઃ માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર યોગેશ પટેલને 8મી વખત રિપીટ કર્યાં છે. આ અંગે યોગેશ પટેલે કહ્યું છે કે તેઓ આ વખતે પણ જંગી બહુમતીથી જીત મેળવશે. માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે યોગેશ પટેલને ટિકિટ આપી દીધી છે, અગાઉ આ બેઠક પર અન્ય કોઇ ઉમેદવાર માટે પણ ચર્ચાઓ હતી.

આજે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, આજે યોગેશ પટેલ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે,માંજલપુરમાં હિમાંશુ પટેલ, ડૉ.હિતેન્દ્ર પટેલ, સિટિંગ ધારાસભ્ય યોગેશ પટેલ અને કે.પી પટેલ સહિતના દાવેદારો હોવાથી ભાજપે ઉમેદવાર પસંદગીમાં થોડું મોડું કર્યું છે. જ્યારથી વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી. ત્યારથી ધારાસભ્ય યોગેશ પટેલે 4 વખત રાવપુરા બેઠક પર ચૂંટણી લડીને જીત મેળવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch