Thu,10 July 2025,4:05 am
Print
header

મોત બની ગઇ વીજળી, અમરેલીમાં ખેતરમાંથી પરત આવતા 5 લોકો પર વીજળી પડી

  • Published By
  • 2024-10-19 18:57:15
  • /

કપાસ વીણીને પરત ફરી રહેલા 5 લોકોનો આકાશી આફતે જીવ લીધો

એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સન્નાટો

અમરેલીઃ આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશી વીજળી પડતા 5 લોકોનાં મોત થઇ ગયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કપાસ વીણી પરત ફરી રહેલા પાંચેય મજૂરો પર વીજળી પડતા મોતને ભેટ્યાં હતા. જ્યારે ત્રણ લોકો ગભરાઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા છે.

લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો છે. પાંચમાંથી ત્રણ લોકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે, મૃતકોમા 4 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ આ વીજળી પડવાની ઘટના બની હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch