Thu,02 May 2024,6:08 pm
Print
header

વડોદરાની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ.. ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

વડોદરાઃ એક ફાર્મા કંપનીમાં ગેસ લીક ​​થતા અનેક લોકો ઝેરી ગેસ લીકેજનો શિકાર બન્યાં છે. પોલીસે જણાવ્યું  કે વડોદરામાં આવેલી ફાર્મા ફેક્ટરીમાં પાઇપલાઇનમાંથી ઝેરી ગેસ લીક ​​થયો હતો.ઝેરી ગેસ લીક ​​થવાને કારણે ચાર કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ચાર કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા

ઘટના પર નજર રાખી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે તમામ કામદારોની હાલત સ્થિર છે. ગેસ ગળતરની ઘટના સવારે લગભગ 8 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે ઘટના સમયે નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરી પરિસરમાં ઘણા કર્મચારીઓ હાજર હતા.

ફેક્ટરીમાં ગેસ લીક ​​કેવી રીતે થયો ?

જ્યારે ગેસ લીક ​​થયો ત્યારે ક્ષતિગ્રસ્ત પાઇપને તોડવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં હાજર ચાર કામદારોએ ગેસ લીક ​​થવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા અને તેમની હાલત સ્થિર છે. બીજી તરફ પોલીસે પણ આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch