Thu,02 May 2024,4:17 pm
Print
header

જોર્ડનમાં અમેરિકન બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ સૈનિકોનાં મોત, બાઇડેને આપી ચેતવણી

વોંશિગ્ટનઃ જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અમેરિકી સેનાનાં ત્રણ સૈનિકો માર્યાં ગયા છે, જ્યારે અનેક સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને એક નિવેદનમાં ચેતવણી આપતા કહ્યું છે કે અમેરિકા હુમલાખોરોને છોડશે નહીં.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે 25 સૈનિકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ બાઇડેને ઈરાન સમર્થિત લડવૈયાઓના હુમલા અંગે વાત કરી હતી, પરંતુ આ માટે કોઈ ચોક્કસ જૂથનું નામ લીધું ન હતું. અમેરિકન અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે હુમલા પાછળ કયું જૂથ છે.

અમેરિકન સૈનિકો પર હુમલા માટે ઈરાન સમર્થિત જૂથોને જવાબદાર ગણાવતા બાઇડેને કહ્યું કે હાલમાં અમે હુમલા અંગે માહિતી એકઠી કરી રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે સીરિયા અને ઈરાકમાં કાર્યરત આતંકવાદી જૂથે આ હુમલો કર્યો છે. વ્હાઇટ હાઉસમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં બાઇડેને કહ્યું કે અમેરિકા આતંકવાદ સામે લડવા માટે તેની પ્રતિબદ્ધતાને આગળ વધારશે. એમાં કોઈ શંકા નથી કે અમે હુમલા માટે જવાબદાર તમામ સામે અમે કાર્યવાહી કરીશું.

યુએસ અધિકારીઓએ જણાવ્યું કે સીરિયાની સરહદ નજીક ઉત્તર-પૂર્વ જોર્ડનમાં યુએસ બેઝ પર બેરેક નજીક માનવરહિત ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. મૃત્યુઆંક વધી શકે છે. 25 સૈનિકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલ અમેરિકન સૈનિકોને સારવાર માટે બહાર લઈ જવામાં આવ્યાં છે.

અમેરિકન દળો પરના હુમલાને સહન કરવામાં આવશે નહીંઃ ઓસ્ટિન

રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને જોર્ડનમાં ડ્રોન હુમલામાં અમેરિકન સૈનિકોના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેઓ અમેરિકન દળો પર હુમલાને સહન નહીં કરે. અમે અમેરિકા, અમારા સૈનિકો અને અમારા હિતોના રક્ષણ માટે કડક પગલાં લઈશું. અમે તેમને યોગ્ય જવાબ આપીશું.

જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પર હુમલાની પ્રથમ ઘટના

ગાઝામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પર હુમલાની આ પહેલી ઘટના છે, જેના કારણે આ પહેલાથી જ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં તણાવ વધુ વધવાની સંભાવના છે. જોર્ડન ઇરાક, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, સાઉદી અરેબિયા અને સીરિયા સાથે સરહદો વહેંચે છે. યુએસ સૈન્ય લાંબા સમયથી જોર્ડનનો બેઝ તરીકે ઉપયોગ કરે છે અને રવિવારનો હુમલો સીરિયાની સરહદ નજીક ઉત્તરી જોર્ડનમાં થયો હતો. જોર્ડનમાં લગભગ ત્રણ હજાર અમેરિકન સૈનિકો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch