Wed,08 May 2024,8:09 pm
Print
header

ઉત્તરાયણ નજીક આવતા જ બાઇક સવારો સાવચેત રહેજો, સુરતમાં નોકરી પરથી ઘરે જતા બાઇક ચાલકનું દોરીથી ગળું કપાતા મોત

સુરતઃ ઉત્તરાયણ સમયે માંજાને કારણે અનેક વાહન ચાલકોના ગળા કપાયાના અનેક કિસ્સા છે, હવે ફરી એક વખત આવી દોરીએ કોઇનો જીવ લઇ લીધો છે. સુરતમાં કામરેજ ચાર રસ્તા નજીક દોરીને કારણે બાઈક ચાલકનું ગળું કપાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી હતા. પતંગનો માંજો તીક્ષ્ણ હથિયારની જેમ ગળા પર ફરી વળ્યો અને ગંભીર રીતે ગળાના ભાગે ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું. 

નવાગામમાં રહેતા 52 વર્ષીય બળવંતભાઇ લૂમ્સના કારખાનામાં મજૂરીકામે જતા હતા. લૂમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત ફરતા હતા, ત્યારે કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે એ પહેલાં જ તેમના ગળા પરથી પતંગનો દોરો પસાર ગયો હતો. તેને કારણે ગળાની નસો કપાઈ ગઇ હતી. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

નોંધનિય છે કે પાંડેસરાના પુનિતનગરમાં રહેતા બબલુકુમાર હરીશચંદ્ર વિશ્વકર્મા 19 ડિસેમ્બરે ડિંડોલી તેમના કાકાના ઘરે જતા હતા ત્યારે પણ પતંગની દોરી વચ્ચે આવી જતાં તેમનું ગળુ કપાઈ ગયું હતુ. દોરીથી બચવાના પ્રયાસમાં તેમની પત્નીને પણ આંગળીમાં ઈજા થઈ હતી અને બાઈક પરથી પડી ગયા હતા.  લોકો દોડી આવતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, હાલ બબલુભાઈની તબિયત સ્થિર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch