Fri,03 May 2024,10:25 am
Print
header

રાજકોટના ઉપલેટામાં જાહેરમાં હત્યા, અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારીને મારી નાખ્યો

રાજકોટના ઉપલેટામાં યુવકની કરાઇ હત્યા

શહીદ અર્જુન રોડ પર બની આ ઘટના

યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

રાજકોટઃ ઉપલેટામાં અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારતા ઘટના સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કર્યો હતો. મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે,પોલીસે હોસ્પિટલમાં જઈને તપાસ હાથ ધરી છે. તેમજ હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

અજાણ્યા શખ્સે આશિષ ભાદરકા પર ઝીંક્યા છરીના ઘા

પોલીસ કાફલો ઘટના સ્થળે, લોકોની કરાઇ રહી છે પૂછપરછ

પરિવારમાં માતમ છવાયો, આરોપીને પકડી લેવા માંગ

ઉપલેટાના શહીદ અર્જુન રોડ પર આશિષ ભાદરકા નામના યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આશિષ ભાદરકા પર હુમલાખોરે છરીના ઘા ઝીંકતા ઘટના સ્થળે મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.જાહેરમાં થયેલી હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch