Fri,03 May 2024,1:23 pm
Print
header

વર્દી પર લાગ્યો ડાઘ.... રાજકોટમાં નશાખોર PSI એ અકસ્માત કર્યો અને પછી કારમાં બેસીને સિગારેટ ફૂંકી

17 વર્ષની કિશોરીને ગઇકાલે રાતના સમયે લીધી હતી અડફેટે

પોલીસકર્મી સામે લોકોમાં આક્રોશ

કિશોરીને હોસ્પિટલમાં કરાઇ દાખલ

રાજકોટઃ પોલીસકર્મીની જવાબદારી કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવાની અને લોકોને મદદ કરવાની હોય છે, તેની જગ્યાએ રાજકોટમાં એક નશામાં ધૂત પીએસઆઇએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ આગળ અકસ્માત કર્યો, તેને સાયકલ લઇને જઇ રહેલી કિશોરીને અડફેટે લીધી હતી, જેમાં કિશોરી ઘાયલ થઇ છે, તેનો પરિવાર ચિંતિત બન્યો છે.

આ પીએસઆઇ ભૂજ પોલીસમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા લક્ષ્મીનારાયન વ્યાસ છે. અકસ્માત સમયે અહીં ભેગા થઇ ગયેલા લોકોનું કહેવું છે કે આ પોલીસકર્મી નશાની હાલતમાં હતા અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. પોલીસે આરોપી સામે કલમ 308, 337, 279 લગાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કિશોરીના પરિવારે આરોપી પોલીસકર્મી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, અત્યાર સુધી નબીરાઓ આમ બેફામ હતા અને હવે ખુદ પોલીસકર્મીએ જ આવા કારનામા કરી રહ્યાં છે, આ પીએસઆઇએ અકસ્માત બાદ ઘાયલને મદદ કરવાની જગ્યાએ કારમાં બેસીને સિગારેટ પીધી હતી.તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch