Fri,03 May 2024,5:05 pm
Print
header

રાજકોટમાં ઇન્કમટેક્સનો સપાટો, 4 કરોડ રૂપિયાની રોકડ મળી, અનેક દસ્તાવેજો કરાયા જપ્ત

રાજકોટઃ શહેરમાં જ્વેલર્સને ત્યાં ચાલી રહેલી આઇટીની રેડ બાદ મોટી માહિતી સામે આવી છે, અંદાજે 4 કરોડ રૂપિયાની રોકડ આઇટી વિભાગે જપ્ત કરી છે, સાથે જ 12 જેટલા લોકર પણ આઇટીને મળી આવ્યાં છે. શહેરના રાધિકા અને શિલ્પા જ્વેલર્સ અને તેમના માલિકોના નિવાસ્થાને આઇટીનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં એવું પણ સામે આવ્યું છે કે આ જ્વેલર્સે 2000 રૂપિયાની ચલણી નોટો પણ બદલી છે.

ઉપરાંત જૂનાગઢમાં સીવીએમ જ્વેલર્સ પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા, કુલ 20 થી વધુ જગ્યાઓએ આઇટી વિભાગની ટીમો તપાસ કરી રહી છે. જેમાં આ રોકડ ઝડપાઇ છે, સાથે જ પ્રોપર્ટીના કેટલાક દસ્તાવેજો અને અગત્યના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે. જેના પરથી ટેક્સ ચોરીનો આંકડો વધી શકે તેમ છે.

આઇટીની જુદી જુદી ટીમોના અધિકારીઓ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે. સાથે જ હજુ અન્ય વેપારીઓ સામે પણ આઇટી વિભાગ તપાસ કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch