Sun,05 May 2024,1:25 pm
Print
header

વીડિયો...મોદીએ હાથી પર સવાર થઇને જંગલ સફારીનો આનંદ માણ્યો, જીપમાં કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી

આસામઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યાં હતા. તેજપુરમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યાં હતા. દરમિયાન સમગ્ર રૂટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે કાઝીરંગામાં રાત્રિ રોકાણ કર્યાં પછી બીજા દિવસે સવારે કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારીનો આનંદ માણ્યો હતો.

તેઓ શનિવારે ઇટાનગર આવશે અને 20 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ, વિશ્વની સૌથી વધુ ઊંચાઈ (13000 ફૂટ) (સેલા પાસ) પર બનેલી સૌથી લાંબી ટનલ દેશને સમર્પિત કરશે. આ ડબલ લેન ઓલ-વેધર ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તવાંગ જિલ્લાઓને જોડશે. LAC સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેનારા તેઓ દેશના બીજા વડાપ્રધાન છે. જેને લઈને સ્થાનિક લોકો અને અધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેવા ઇટાનગર આવશે. અરુણાચલ પ્રદેશ પછી, વડાપ્રધાન બપોરે જોરહાટ પાછા ફરશે અને હોલોંગાથર ખાતે પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. તેને 'સ્ટેચ્યૂ ઓફ વીર' નામ આપવામાં આવ્યું છે. મોદી જોરહાટના મેલાંગ મેટેલેલી પોથારમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રૂ. 18 હજાર કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.

આસામને કરોડો રૂપિયાની ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 768 કરોડના ખર્ચે ડિગબોઇ રિફાઇનરીના 0.65 મિલિયન મેટ્રિક ટનથી 1 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે ગુવાહાટીમાં IOCLના બેથકુચી ટર્મિનલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘઘાટન કરશે. વડાપ્રધાન મોદી રૂ. 510 કરોડના ખર્ચે ગુવાહાટી રિફાઇનરીના 1 મિલિયન મેટ્રિક ટનથી 1.2 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી બરૌનીથી ગુવાહાટી સુધીના 3.992 કરોડ રૂપિયાના પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch