Mon,14 October 2024,4:31 am
Print
header

નવા સંસદ ભવનમાં આજથી વિશેષ સત્ર યોજાશે, મહિલા અનામત બિલ રજૂ થઈ શકે છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલું સંસદનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થયું છે. ગઈકાલે જૂના સંસદ ભવનમાં કામકાજનો છેલ્લો દિવસ હતો, જેમાં પીએમ મોદી સહિત ઘણા સાંસદોએ જૂની યાદો અને ઐતિહાસિક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. આજે મંગળવારથી સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં ચાલશે. આ સત્રને લઈને દેશભરમાં ઉત્સુકતા છે.

મોટા નિર્ણયો લઈ શકાય છે

સંસદના વિશેષ સત્રને લઈને તમામ રાજકીય પક્ષો અલગ-અલગ અટકળો લગાવી રહ્યાં છે. દરેકને આશા છે કે કેન્દ્ર સરકાર આ વિશેષ સત્રના બહાને ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. વિશેષ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આ એક નાનું પરંતુ મહત્વપૂર્ણ સત્ર હશે.આ ઐતિહાસિક નિર્ણયો સાથેનું સત્ર હશે.

શેડ્યુલ શું હશે ?

સંસદના વિશેષ સત્રમાં આજે સવારે 9:30 વાગ્યે સભ્યોનું સંયુક્ત ફોટોશૂટ થયું હતુ. આ પછી પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ હોલ પહોંચશે જ્યાં વિદાય સમારંભ થશે. આ પછી પીએમ મોદી સેન્ટ્રલ હોલથી નવા સંસદ ભવન સુધી બંધારણની નકલ સાથે ચાલશે. નવા સંસદ ભવનમાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યે અને લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 વાગ્યે શરૂ થશે.

મહિલા અનામત બિલ આવશે ?

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો મહિલા અનામત બિલનો છે. લગભગ તમામ પક્ષો આ બિલના સમર્થનમાં જોવા મળી રહ્યાં છે.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતુ કે સરકારને અભિનંદન. જો કે તેમને આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch