Wed,08 May 2024,9:29 am
Print
header

બિહારની ચૂંટણી પહેલા ભાજપની કોરોના રસી આપવાની વાતને લઇને ઉભા થયા સવાલ, જાણો રાહુલે શું કહ્યું ?

નવી દિલ્હીઃ બિહારની ચૂંટણી માટે જાહેર કરેલા વિઝન ડોક્યુમેન્ટમાં ભાજપે કોરોના રસી આપવાનું વચન આપ્યું છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ આ વચન સામે અવાજ ઉઠાવ્યો છે. ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચને વિનંતી કરી છે. ચૂંટણી ઘોષણાપત્રમાં બિહારના લોકો માટે ફ્રીમાં કોરોના વેક્સિનનું વચન આપીને ભાજપ ફસાયું છે. ત્યારે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં આ નિવેદનની મજાક ઉડાવી હતી અને તેને ખોટું ચૂંટણી વચન ગણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ચૂંટણી પંચને ચૂંટણીના વચનનું પાલન કરવા અને વચન આપનાર નાણાં પ્રધાન સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ બિહારને મફત કોવિડ રસી આપવાના વચન સામે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, કે "ભારત સરકારે કોવિડ રસી વિતરણની ઘોષણા કરી છે. હવે દેશવાસીઓ રાજ્યવાર ચૂંટણીના કાર્યક્રમને જોઈને જાણકારી મેળવે કે તેમને કોરોના વેક્સિન ક્યારે મળશે.તે જાણવા કૃપા કરીને તમારી રાજ્યની ચૂંટણીની તારીખ તપાસો."

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ભાજપના આ વચન પર કડક ટિપ્પણી કરી હતી. સુભાષચંદ્ર બોઝના પ્રખ્યાત નારા સાથે થરુરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું, "તમે મને મત આપો, હું તમને રસી આપીશ..." થરુરે આગળ લખ્યું, "કેવો ભય પેદા કરનાર બદમાશ છે ! 

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પ્રભારી રણદીપ સુરજેવાલાએ પટણામાં મીડિયાકર્મીઓને સંબોધતા મફત રસી આપવાના વચનને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું હતું. સુરજેવાલાએ કહ્યું, 'મોદીજીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધનમાં ભારતની જનતાને કહ્યું હતું કે રસીકરણમાં હજુ એક વર્ષ લાગશે, પરંતુ બિહારના તેમના નેતાઓ આપણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દરેકને ખબર છે બિહારમાં કોરોનાકાળ દરમિયાન જે બન્યું, જેમાં એક હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. "

સુરજેવાલાએ કહ્યું, "નીતિશ બાબુ કે સુશીલ મોદી ક્યારેય બિહાર માટે પરેશાન થયા છે ? શું બિહાર આવતા હતા. આ કેન્દ્રીય પ્રધાનોએ ક્યારેય રાજ્ય પર નજર કરી નથી. જ્યારે મોદીજી અને નીતીશ બાબુ બંને ભૂતકાળમાં એકબીજા પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ રોગચાળા દરમિયાન ગરીબ લોકોની મજાક ન ઉડાવે, અમે તેની કડક નિંદા કરીએ છીએ. "

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch