Thu,02 May 2024,8:07 pm
Print
header

મહાદેવ સટ્ટાબાજી એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, તેને ભારત લાવવામાં આવી શકે છે

દુબઇઃ મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ઠેકાણાંનો ખુલાસો થયો છે, તેને ટૂંક સમયમાં જ પકડીને ભારત લાવવામાં આવી શકે છે. સૌરભ ચંદ્રાકરનું લોકેશન સંયુક્ત આરબ અમીરાતમાં મળી આવ્યું છે,દુબઈના અધિકારીઓએ કહ્યું છે કે તેને નજરકેદમાં રાખવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય આરોપીઓમાંથી એક છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલાની તપાસ કરી રહી છે. સૌરભ ચંદ્રાકર દુબઈથી પોતાનો બિઝનેસ ચલાવે છે. હવે તેની ધરપકડ અને તેને દુબઈથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

ઘર છોડવા પર પ્રતિબંધ

દુબઈમાં નજરકેદ બાદ ચંદ્રાકરને ઘરની બહાર જવાની પરવાનગી નથી, વિદેશી એજન્સીઓ પણ તેની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ઈન્ટરપોલે સૌરભ ચંદ્રાકરને લઈને રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી,આ નોટિસ બાદ જ મધ્ય પૂર્વના દેશો તેના પર કાર્યવાહી કરી રહ્યાં છે. ગલ્ફ દેશના અધિકારીઓ રાહ જોઈ રહ્યાં છે કે ભારતીય સત્તાવાળાઓ ફરી એકવાર ચંદ્રકારને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરે. તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. ભારતનો UAE સાથે પ્રત્યાર્પણ કરાર છે, જેનાથી ચંદ્રાકરને ભારત લાવવાનું સરળ બનશે.

જાણો શું છે મહાદેવ એપનો મામલો ?

છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને આ કેસના આધારે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. આ કેસમાં તપાસની જવાબદારી દેશની કેન્દ્રીય એજન્સીઓની છે. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ યુએઈમાં તેમની ઓફિસ દ્વારા મહાદેવ સટ્ટાબાજીની એપનું સંચાલન કરતા હતા. બંનેએ આ એપ દ્વારા મની લોન્ડરિંગ અને હવાલાના વ્યવહારો કર્યાં છે.

આ કેસમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. મહાદેવ એપ કેસ એ હાઇ-પ્રોફાઇલ કૌભાંડ છે જેમાં ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ દ્વારા પોકર, પત્તાની રમતો, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી વિવિધ રમતો પર ગેરકાયદેસર જુગાર રમે છે. જે લોકો આ એપનો ઉપયોગ કરતા હતા, તેમાંથી મોટાભાગના લોકો હારતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch