Fri,20 September 2024,1:09 pm
Print
header

હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુખ

મધ્યપ્રદેશઃ હરદા જિલ્લાના મગરધામાં આવેલી ફટાકડાની ફેકટરીમાં જોરદાર બ્લાસ્ટ થતા તેમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થઇ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે, બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને ધૂમાડો દેખાયો હતો. ભયાનક આગને કારણે અહીં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 70 જેટલા ઘાયલ લોકોને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે, આ દુર્ઘટના પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે લાગણી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ અને કેન્દ્ર સરકારે 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી મોહન યાદવની સ્થિતી પર નજર

NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી
 
આ બ્લાસ્ટને કારણે આસપાસના અનેક મકાનોમાં તિરાડો પડી ગઇ છે, તાત્કાલિક આ વિસ્તારને ખાલી કરાવાયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે, પોલીસે ફેક્ટરીને લઇને તપાસ શરૂ કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch