Sun,05 May 2024,10:18 am
Print
header

TMC ના ઉમેદાવારોની જાહેરાત...મમતાએ યુસુફ પઠાણ પર લગાવ્યો દાવ, કોંગ્રેસના ગઢમાં સીધો પડકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડીને 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી' કોંગ્રેસ સાથે ગઠબંધનની તમામ શક્યતાઓને સમાપ્ત કરી દીધી છે. મમતા બેનર્જીએ બંગાળ સરકાર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનારા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને પણ કડક પડકાર આપ્યો છે.

જ્યારે કોંગ્રેસ મમતા બેનર્જી સાથે ગઠબંધનની શક્યતાઓ શોધી રહી હતી, ત્યારે અધીર રંજન ચૌધરી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં હતા

તૃણમૂલે બહેરામપુરથી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યાં છે. હાલ અધીર રંજન ચૌધરી અહીંથી સાંસદ છે. આવી સ્થિતિમાં યુસુફ પઠાણને મેદાનમાં ઉતારીને મમતા બેનર્જીએ અધીર રંજન ચૌધરીને સીધો પડકાર આપ્યો છે. જો કે આ બેઠક પર લાંબા સમયથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 

ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર પોતાની ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. આગામી દિવસોમાં તે અધીર રંજન ચૌધરી વિરુદ્ધ રેલીઓ કરતા જોવા મળશે.

કીર્તિ આઝાદને પણ તક મળી

આ વખતે તૃણમૂલે કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે, તેમને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની સાથે કીર્તિ આઝાદને મેદાનમાં ઉતાર્યાં છે. યુસુફ પઠાણ બહેરામપુર અને કીર્તિ આઝાદ બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. સંદેશખાલી હિંસાનો મામલો હેડલાઈન્સ બન્યાં બાદ મમતા બેનર્જીએ માત્ર 16 વર્તમાન સાંસદો પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મમતા બેનર્જીની 'એકલા ચલો'ની ઘોષણા છતાં ગઠબંધનની શક્યતા જીવંત રહે તે માટે કોંગ્રેસ સાવચેતીભર્યા નિવેદનો કરી રહી હતી, પરંતુ અધીર રંજન તેને સ્વીકારવા તૈયાર ન હતા. મમતા બેનર્જીએ પણ કોંગ્રેસને બે સીટોની ઓફર કરી હતી, પરંતુ પાર્ટી વધુ સીટો ઈચ્છતી હતી. આવી સ્થિતિમાં વસ્તુઓ કામ ન કરી શકી અને હવે તૃણમૂલે 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch