Sun,05 May 2024,11:38 am
Print
header

કેન્સર સામે જાગૃતિ જરૂરી...નરસિંહપુર ગામે મહિલાઓ માટેના કેન્સર સ્ક્રીનિંગ કેમ્પને બહોળો પ્રતિસાદ

કપડવંજઃ ખરાબ લાઇફ સ્ટાઇલ અને અયોગ્ય ખોરાકને કારણે આજકાલ અનેક લોકો કેન્સર જેવી બિમારીનો ભોગ બને છે, ગુજરાતમાં કેન્સરના કેસો સતત વધી રહ્યાં છે, જેમાં જો શરૂઆતના તબક્કામાં આવા રોગોની ખબર પડી જાય છે તો ઘણા કિસ્સાઓમાં તેનાથી બચી શકાય છે, પરંતુ તે માટે તમારે સમયસર શરીરનું ચેકઅપ કરાવવું જરૂરી છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકના નરસિંહપુર ગામમાં (GCRI) ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદ, ગોલોકધામ ટ્રસ્ટ, અમદાવાદ અને પટેલ દિલીપભાઇ રમેશભાઇના પરિવારના સહયોગથી ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 125 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, કેન્સર સ્ક્રીનિંગના આ કેમ્પમાં મેમોગ્રાફી ટેસ્ટ, બ્રેસ્ટ એક્ઝામિનેશન, HPV/DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતા. મહિલાઓને આ ટેસ્ટને લઇને માહિતી આપવામાં આવી હતી અને તેમને કેન્સર પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં હતા.

(GCRI) ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના સંજીવની રથની આ કેમ્પમાં મદદ લેવામાં આવી હતી, GCRIના ડો.વિદુશી ગુપ્તા, ડો.ધાર્મિક રાણા, મનિષાબેન પંચાલ, પુષ્ષાબેન, કશ્યપ મકવાણા, લક્ષ્મણસિંહ, ભૂપતસિંહ, રંજનબેન સહિતના સ્ટાફનો ગ્રામજનોએ આભાર માન્યો હતો, ખાસ કરીને GCRI ના ડાયરેક્ટર ડો.શશાંક પંડ્યાંની પ્રેરણાથી અને તેમના મોટા સહયોગથી આ કેમ્પ સફળ રહ્યો છે, ડો.શશાંક પંડ્યાં ઘણા સમયથી GCRI સાથે જોડાયેલા છે અને અનેક કેન્સરના દર્દીઓ માટે તેઓ હંમેશા તત્પર રહેતા હોય છે. કેન્સર સામેની જાગૃતિ માટે તેમનું યોગદાન મોટું છે.

નરસિંહપુરમાં યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિકોનો સહયોગ મહત્વનો હતો, પટેલ દિલીપભાઇ રમેશભાઇ,દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરી પટેલ રવચંદભાઇ, દૂધ મંડળીના સેક્રેટરી પટેલ રમેશભાઇ, પટેલ પરષોત્તમભાઇ નરસિંહભાઇ, સ્કૂલના આચાર્ય બ્રિજેશભાઇ, સેવાકિય પ્રવૃતિઓ સાથે જોડાયેલા શિક્ષક કનુભાઇ પટેલ, પટેલ ભરતભાઇ શંકરભાઇ, પટેલ ચીનુભાઇ રામાભાઇ, પટેલ દિલીપ અમૃતભાઇ, પટેલ હિતેશ વિઠ્ઠલભાઇ, પટેલ બળદેવભાઇ કેવળભાઇ, પટેલ વિજયભાઇ બુધાભાઇ, ઝાલા જયદીપભાઇ, દરજી હિતેષ સહિતના સ્થાનિકોનો સહયોગ મહત્વનો હતો.

ગોલોકધામ ટ્રસ્ટના ભાવિનભાઇ, વિજયભાઇએ પણ અહીં કેન્સર સામેની જાગૃતિના અભિયાનમાં ભાગ લઇને લોકોને જાગૃત કર્યાં હતા અને પોતાનો સમય આપીને કેન્સર સામેની લડાઇમાં યોગદાન આપ્યું હતુ. ગોલોકધામ ટ્રસ્ટ અમદાવાદ સહિતના વિસ્તારોમાં મહિલાઓને રોજગારી આપવા સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar