Sat,27 April 2024,6:47 pm
Print
header

ઝારખંડના CM હેમંત સોરેનની થઈ શકે છે ધરપકડ, EDની ટીમ કરી રહી છે શોધખોળ

બીએમડબલ્યું સહિતની 8 લક્ઝરી કાર જપ્ત કરી 

ઝારખંડઃ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ રાજધાની દિલ્હીમાં હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. EDની ટીમ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં હેમંત સોરેનના શાંતિ નિકેતન સ્થિત ઘરે પહોંચી અને જમીન કૌભાંડમાં તેમની પૂછપરછ કરવા માંગે છે. આ કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર અને અંદર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવી છે.

નવમું સમન્સ જારી કરવામાં આવ્યું હતું

હેમંત સોરેનની અગાઉ પણ પૂછપરછ થઈ ચૂકી છે અને ઈડીએ રાંચીમાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી. થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને નવમું સમન્સ જારી કર્યું હતું, તેમને 29 અથવા 31 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તે હાજર નહીં થાય તો EDની ટીમ પોતે તેમની પૂછપરછ કરવા પહોંચશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવેસરથી સમન્સ જારી કર્યાં બાદ સોરેન અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.

સતત અવગણના કરતા હતા

13 જાન્યુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને 8મું સમન્સ જારી કર્યું હતું, જેમાં તેમને 16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી વચ્ચે આ કેસમાં પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવા જણાવ્યું હતું. અગાઉ તે 7મીએ સમન્સ પર ED સમક્ષ હાજર થયા ન હતા. EDના સમન્સનો જવાબ આપતા સીએમ સોરેને કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી 20 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધી શકે છે.

શું છે ઝારખંડ જમીન કૌભાંડનો સમગ્ર મામલો ?

EDએ રાંચીમાં સેના દ્વારા કબ્જે કરેલી 4.55 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણનો પર્દાફાશ કર્યો હતો.કેન્દ્રીય એજન્સીએ આ મામલામાં રાંચીના બડાગૈન ઝોનના રેવન્યું સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરી હતી.તેમના ઘરેથી મોટી માત્રામાં સરકારી દસ્તાવેજો અને મોબાઈલ ફોન મળી આવ્યાં હતા.ઈડી આ દસ્તાવેજોની તપાસ અને તેનાથી સંબંધિત તથ્યોની ચકાસણીને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે.

EDએ પ્રદીપ બાગચી, વિષ્ણુ કુમાર અગ્રવાલ, ભાનુ પ્રતાપ પ્રસાદ અને અન્યો સામે ઝારખંડ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી બહુવિધ એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ જમીન કૌભાંડોની તપાસ શરૂ કરી હતી. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ EDએ અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓની મિલીભગતથી જમીન માફિયાઓની તરફેણમાં આ જમીન પ્લોટો છેતરપિંડી કરી હતી.

ધરપકડ કરાયેલા 14 આરોપીઓમાં પ્રદીપ બાગચી, અફસર અલી ,સદ્દામ હુસૈન, ઈમ્તિયાઝ અહેમદ, તલ્હા ખાન, ફૈયાઝ ખાન, ભાનુ પ્રતાપ પ્રસાદ, છવી રંજન, આઈએએસ (ભૂતપૂર્વ ડીસી રાંચી) દિલીપ કુમાર ઘોષ, અમિત કુમાર અગ્રવાલ, વિષ્ણુ કુમાર અગ્રવાલનો સમાવેશ થાય છે.જમીન કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં રૂ. 236 કરોડથી વધુની મિલકતો જપ્ત કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch