Thu,02 May 2024,5:12 pm
Print
header

મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધનો ખતરો ! ઈરાને અમેરિકાને આપી જોઇ લેવાની ધમકી

Iran on America: મધ્ય પૂર્વમાં એક નાની ચિનગારી મોટા યુદ્ધનું કારણ બની શકે છે. કારણ એ છે કે જોર્ડન ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોનાં મોત થયા છે. ત્યારથી અમેરિકાએ જવાબી હુમલાની ચેતવણી આપી છે. સામે ઈરાને અમેરિકાને ધમકી ભરી ચેતવણી આપી છે કે અમેરિકા ઈચ્છે તો યુદ્ધમાં ઉતરી શકે છે, અમે યુદ્ધથી ડરતા નથી.

ઈરાને માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે તે યુદ્ધથી ડરતું નથી. ઈરાન તરફથી આ ધમકીભર્યું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં કહ્યું હતું કે ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોનાં મોત બાદ યોગ્ય જવાબી હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના વડા મેજર જનરલ હુસેન સલમાનીએ કહ્યું છે કે તેમનો દેશ યુદ્ધથી ડરતો નથી. તેઓ તેમની સામેની કોઈપણ ધમકીનો જવાબ આપશે.

યુદ્ધ નથી ઈચ્છતા, પણ કોઈથી ડરતા નથી

IRGC કમાન્ડરે કહ્યું અમે અમેરિકન અધિકારીઓ તરફથી ઈરાન તરફ ઈશારો કરતી ધમકીઓ સાંભળી છે. અમે એકબીજાને અજમાવી ચૂક્યાં છીએ. અમે કોઈ પણ ખતરાને પહોંચી વળવા તૈયાર છીએ, અમે યુદ્ધની અપેક્ષા રાખતા નથી. પરંતુ અમે તેનાથી ડરતા નથી.જોર્ડનમાં યુએસ બેઝ પર ડ્રોન હુમલાનો જવાબ આપવા પેન્ટાગોન તૈયારીઓ કરી રહ્યું છે.

અમેરિકન સૈનિકોના મોતથી અમેરિકા ગુસ્સામાં 

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમે માનીએ છીએ કે જોર્ડનમાં હુમલાનું ષડયંત્ર ઈરાકમાં ઈસ્લામિક રેઝિસ્ટન્સ નામના જૂથ દ્વારા રચાયું હતુ. જેમાં કતાઈબ હિઝબુલ્લાહ સહિત અનેક જૂથો સામેલ છે. હુમલા બાદ મધ્ય પૂર્વમાં સીધા ગોળીબારમાં અમેરિકન સૈનિકો માર્યાં ગયા હોવાની પહેલી ઘટના છે.

હુમલામાં 40 અમેરિકન સૈનિકો ઘાયલ થયા

ત્રણ મોત ઉપરાંત 40 થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણને વધુ સારવાર માટે જર્મનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યારે એકની હાલત સ્થિર છે અને એકની હાલત ગંભીર છે. જોન કિર્બીએ કહ્યું કે અમેરિકા હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે, અને કેટલાક તબક્કામાં વળતો હુમલો કરવાની યોજના છે. અમે અમારા પોતાના સમયે બદલો લઈશું.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch