Mon,29 April 2024,3:54 am
Print
header

વિશ્વ વિજેતા બન્યું ઓસ્ટ્રેલિયા, ક્રિકેટ વર્લ્ડકપમાં 241 રનનું ટાર્ગેટ પુરું કરીને ભારતને આપી હાર

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને હરાવીને વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતી લીધી છે, ભારતે આપેલો 241 રનનો ટાર્ગેટ પુરો કરીને આ જીત મેળવી છે, તે સાથે જ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. ટ્રેવિસ હેડે 137 રન કરીને ઓસ્ટ્રેલિયાની જીત પાક્કિ કરી નાખી હતી. લાબુશેને પણ 58 રન બનાવ્યાં હતા. આ જોડીએ ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટથી હાર આપીને ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડકપ જીત્યો છે,નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો, પહેલા ભારતે 240 રન કર્યાં હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 241 રન કરીને વર્લ્ડકપ પર કબ્જો કરી લીધો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો હતો 241 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી  

ઓસ્ટ્રેલિયાની દમદાર ફિલ્ડિંગથી ભારતનો સ્કોર ઘટ્યો

વિરાટ કોહલીએ બનાવ્યાં 54 રન, રોહિત શર્માએ 47 રન બનાવ્યાં

ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે વિકેટ લીધી હતી.ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી ગયા બાદ ટ્રેવિસે બાજી સંભાળી હતી અને ભારતના બોલરોની ચિંતા વધારી દીધી હતી. ચોગ્ગા અને છગ્ગાના જોરે ટ્રેવિસે રનોનો મોટો રેકોર્ડ બનાવી દીધો હતો, જ્યારે ભારતીય બોલરો સિરાજ, કુલદિપ સારું પર્ફોરમન્સ કરી શક્યા ન હતા.બુમરાહે બે અને સમીએ એક વિકેટ લીધી હતી, ત્યાર બાદ તેઓ પણ સારો દેખાવ કરી શક્યા ન હતા.

ભારતની હારથી લાખો ચાહકો નિરાશ થયા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકો ભારતની હારથી દુખી થઇ ગયા હતા, શરૂઆતમાં ચાહકોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની જોરદાર બેટિંગને જોતા નક્કિ હતું કે આ મેચ ભારત હારી શકે છે. બીજી તરફ કેપ્ટન રોહિત શર્મા પણ હારને કારણે ઝડપથી મેદાન બહાર ચાલ્યો ગયો હતો. ભારતીય ખેલાડીઓ પણ દુખી દેખાય હતા અને દેશના કરોડો લોકો પણ નિરાશ થયા છે. અત્યાર સુધી તમામ 10 મેચો પર જીત મેળવ્યાં બાદ ભારતની આ પહેલી હાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch