Thu,07 November 2024,5:31 am
Print
header

ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢતા જસ્ટિન ટ્રુડોને લાગ્યું મરચું, તેમના બદલાયા સૂર

ઓટાવાઃ કેનેડા સાથેના તણાવ વચ્ચે ભારતે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવ્યાં છે, તથા દિલ્હીમાં કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યાં છે. ભારતના આ કડક વલણ પર હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર કેનેડા માટે આવું જ કરે. કેનેડાના નાગરિકોની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે.

પીએમ મોદી સાથે વાતચીત કરી હતીઃ ટ્રુડો

ટ્રુડોએ કહ્યું કે તમારામાંથી ઘણા ગુસ્સે, નારાજ અને ગભરાયેલા છે એ હું સમજું છું. પરંતુ આપણા સંબંધો બગડવા ન જોઇએ, ગયા સપ્તાહના અંતે જ્યારે મેં પીએમ મોદી સાથે વાત કરી હતી, ત્યારે મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતે સિંગાપોરમાં અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. તે મીટિંગ વિશે જાણતા હતા અને હું પણ. તેમના પર દબાણ કર્યું કે મીટિંગને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.

અમે ભારત સાથે લડાઈ નથી ઈચ્છતાઃ ટ્રુડો

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા-ભારત સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી છે. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. આપણે સાથે રહેવાનું છે. અમારે લડાઈ નથી જોઈતી. તેથી દરેક પગલાં પર અમે જે કંઈપણ જાણીએ છીએ તેની માહિતી ભારતને આપી છે.

જસ્ટિન ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કર્યું

ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને આપણા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. ટ્રુડોએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. આ સંદર્ભે અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે અને તેમને આ મહત્વપૂર્ણ મુદ્દા પર અમારી સાથે કામ કરવાની અપીલ કરી છે. આમ છતાં તેમની તપાસ એજન્સીઓને સહકાર આપવામાં આવ્યો નથી. બીજી તરફ ભારતે તમામ આરોપો ફગાવી દીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch