Sun,05 May 2024,4:19 pm
Print
header

તજ ભેળવીને દૂધ પીવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, આ રોગો થશે દૂર, જાણો- ક્યારે પીવું જોઇએ છે?

આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દૂધ પીવાથી આપણે માત્ર તાજગી અનુભવતા નથી, પરંતુ તેનાથી આપણને અનેક ફાયદા થાય છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં એનર્જી વધે છે. પરંતુ શું તમે જાણો છો કે જો દૂધમાં તજ ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. તજમાં વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ મળી આવે છે. તેથી, જ્યારે તેને મિશ્રિત કરીને પીવામાં આવે છે, ત્યારે શરીરને ઘણા ચમત્કારિક લાભો મળે છે.

તજ મિશ્રિત પાણી પીવાથી આ સ્વાસ્થ્ય લાભ થશે

- રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે: તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. દૂધ, તજ અને મધ, ત્રણેય પોષક તત્ત્વોના અપાર ભંડાર છે.

- પાચનમાં સુધારોઃ તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી પાચનક્રિયા સુધરે છે. જે લોકો પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેઓએ દરરોજ એલચી, તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવું જોઈએ. દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીથી રાહત મળે છે.

- વજન ઘટાડવુંઃ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો દૂધમાં તજ અને મધ ઉમેરીને પીવો. તેનાથી તમને કેલ્શિયમ તો મળશે જ પરંતુ તેનાથી તમારું વજન પણ સરળતાથી ઘટશે.

- સારી ઊંઘ આવે છે: તજ ભેળવીને દૂધ પીવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ સારી આવે છે.

- સાંધાના દુખાવામાં ફાયદાકારકઃ તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે. દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. મધમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. આવી સ્થિતિમાં તજ અને મધ મિક્ષ કરીને નિયમિતપણે દૂધ પીવાથી સાંધા અને હાડકાના દુખાવામાં ઘણી રાહત મળશે.

તજનું દૂધ ક્યારે પીવું ?

તમે દિવસમાં ગમે ત્યારે દૂધ પી શકો છો, પરંતુ રાત્રે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા તજનો ટુકડો દૂધમાં નાખીને ગરમ કરો. ત્યાર બાદ તેમાં મધ ઉમેરીને પી લો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar