Sat,27 July 2024,7:53 am
Print
header

કેનેડા ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યું...જસ્ટિન ટ્રુડોએ વધતા વિવાદ પર કહી આ વાત

ઓટાવા: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ગંભીર આરોપો લાગ્યા બાદ ભારતે વળતી કાર્યવાહી કરી હતી. આ પછી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયા છે. જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કેનેડાની સંસદમાં આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરીને તેમણે કહ્યું કેનેડા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળે. ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તે કરી રહ્યાં છીએ, અમે તેમને ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યાં. આ પહેલા ભારતે કેનેડા સરકારના આરોપોને વાહિયાત ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યાં

ભારત સરકારે દેશમાં હાજર કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. તેમને દેશ છોડવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું ?

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર એક નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. અમે આ હત્યાની તપાસમાં સહયોગ કરવા માટે ભારત સરકાર પર દબાણ કરીશું. કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાને લઈને ગુસ્સે છે.ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરેલા છે. દેશમાં ભારતીય મૂળના 14-18 લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખો છે. કેનેડાની વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ શીખ સમૂદાયમાંથી છે.

ભારતે જડબાતોડ જવાબ આપ્યો

ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડાપ્રધાન દ્વારા ભારત પર આવા જ આરોપો લગાવવામાં આવ્યાં હતા. તેમને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યાં હતા. આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.તેમને કેનેડામાં મદદ મળી રહી છે. આતંકીઓ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch