Wed,08 May 2024,9:26 am
Print
header

રીંગણને મોટાભાગે ખોરાકમાં સામેલ કરતા હોય તે લોકો જાણી લે આ મહત્વની બાબતો- Gujarat Post

ઘણા લોકોને રીંગણ ખાવાનું પસંદ હોય છે. ખાસ કરીને રીંગણનું ભડથું અને ભરેલા રીંગણ જેવી વાનગીઓ મોંમાં પાણી લાવી દે છે.લોકો વારંવાર રીંગણનું શાક બનાવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ક્યારેક રીંગણ ખાવા તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ છે જેમાં રીંગણ ખાવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કારણ કે તેનાથી તમારી સમસ્યાઓ ઘણી વધી શકે છે.ચાલો આજે અમે તમને જણાવીએ કે તે કઈ સમસ્યાઓ છે જેને કારણે તમારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.

પરંતુ તે પહેલા અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે રીંગણ ખાઓ છો અને તમને કોઈ પણ પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ નથી થતી.તો પણ તળ્યાં પછી રીંગણ ન ખાવા જોઈએ. જેને કારણે રીંગણમાં રહેલા પોષક તત્વો ખલાસ થઈ જાય છે. રીંગણને શેકીને અથવા ઉકાળીને ખાવાનું હંમેશા સારું રહે છે.

પેટની સમસ્યા હોય તો

જો તમને પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.કારણ કે તેને કારણે તમને પેટમાં દુખાવો, ગેસ, અપચો અને ઉલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભાવસ્થા દરમિયાન તમારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.ગર્ભાવસ્થા દરમિયાન રીંગણ ખાવાથી ગર્ભના વિકાસ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

વજન ઘટાડવાનું આયોજન હોય તો

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો અથવા વજન ઘટાડવા માટે તમામ પ્રકારના ઉપાયો અજમાવી રહ્યા છો.તો પણ તમારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.તેનાથી તમારું વજન ઓછું થવાને બદલે વધી શકે છે.

કોઈપણ પ્રકારની એલર્જી હોય

જો તમને તમારા શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય તો પણ તમારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.તમને જણાવી દઈએ કે રીંગણ તમારી એલર્જીની સમસ્યાને વધારવાનું કામ કરી શકે છે.જો તમારી આંખોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પણ તમારે રીંગણ ખાવાથી બચવું જોઈએ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar