Sat,27 April 2024,11:33 pm
Print
header

બિહારમાં આજે ગઠબંધનની સરકાર પડી શકે છે, માત્ર નીતિશ કુમારની જાહેરાતની રાહ જોવાઇ રહી છે, લાલુનો ફોન પણ ન ઉપાડ્યો

બિહારની રાજનીતિ માટે આજે મોટો દિવસ છે, દિલ્હી સુધી હલચલ વધી

આરજેડી અને જેડીયુ વચ્ચેની ટક્કર બાદ દિલ્હીમાં હલચલ વધુ તેજ

પટનાઃ આજે બિહારમાં ગઠબંધનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠકોનો દોર ચાલુ છે. જેડીયુ અને બીજેપી નેતાઓ વચ્ચે ચર્ચાઓ ચાલુ છે. દરમિયાન તમામની નજર જીતન રામ માંઝી પર છે. આરજેડી તેમના પુત્રને ડેપ્યુટી સીએમ પદ આપી શકે છે.

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ગઠબંધનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. માત્ર મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ પહેલા ગઈકાલે નીતીશ કુમાર રાજભવન પહોંચ્યાં હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પહોંચ્યાં ન હતા. જે બાદ અટકળોએ વધુ જોર પકડ્યું હતું. 26 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે અંતર પણ જોવા મળ્યું હતું. લાલુએ 5 વર્ષ પછી નીતિશ કુમારને અનેક વખત ફોન કર્યાં છે પરંતુ તેમને ફોન પણ ઉપાડ્યો નથી.

બિહાર ભાજપની આજે દિલ્હીમાં મહત્વની બેઠક

બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર ભાજપના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું કે બિહારની એક બેઠક છે જેમાં ધારાસભ્યો અને સાંસદો આવશે અને આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.

આરજેડી મહાગઠબંધન સરકારને બચાવવામાં વ્યસ્ત

લાલુ પ્રસાદ યાદવની પાર્ટી ગઠબંધન સરકારને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. બેઠકો સતત ચાલુ છે. આરજેડી જીતન રામ માંઝીને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch