Wed,08 May 2024,6:13 pm
Print
header

રાજ્યમાં પાંચ દિવસ 40 કિ.મીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન, અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ

અમદાવાદઃ સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં આગામી 24 કલાકમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે,  રવિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ગુજરાતના ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટી માટે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યાં મુજબ હાલ સક્રિય બે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો થયો છે. પવન સાથે મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ ખાતે પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch