(demo pic)
મોબાઇલમાં મશગુલ પત્નીને પતિ કંઈ કહેતો હતો તો તે ઝઘડો કરતી હતી
પત્નીએ ભલે તું દાઝી ગયો, તેમ કહી કોલ કટ કરી નાંખ્યો
રાજકોટઃ આજકાલ મોબાઇલ દરેક લોકોના જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. મોબાઇલ વગર અમુક લોકો એક મિનિટ પણ રહી શકતા નથી. આ દરમિયાન રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સતત મોબાઈલમાં મશગુલ રહેતી હોવાથી આ બાબતે તેની સાથે ઝઘડો થયા બાદ પતિ સંજય નરવત ડામોર (ઉ.વ.24)એ વીજ થાંભલા પર ચડી જીવતો વાયર પકડી લેતા તે દાઝી ગયો હતો. જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સંજય અગાઉ ભચાઉ રહીને પ્લાયવૂડની ફેકટરીમાં કામ કરતો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેની પત્ની મિનલ સતત મોબાઈલમાં મશગુલ રહેતી હતી. તે જ્યારે પણ કોલ કરતો ત્યારે એંગેજ મળતો હતો. આ બાબતે મિનલ સાથે ઝઘડો થતાં તેને લઇ કાલાવડના હડાળા ગામે રહેતા માસીયાઇ ભાઈ દિલીપને ત્યાં રહેવા આવ્યો હતો. તેને એમ હતુ કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી જશે. પરંતુ તેમ થયું ન હતું. હડાળામાં પણ તેની પત્ની સતત મોબાઈલમાં મશગુલ રહેતી હતી. આ બાબતે તેને કંઈ કહેતો તો માથાકૂટ કરતી હતી.રાત્રે આ બાબતે પત્ની સાથે ઝઘડો થયા બાદ ગુસ્સો આવતા ઘરેથી નીકળી રીક્ષામાં બેસી કાલાવડ રોડ પરના અવધના ઢાળીયા પાસે પહોંચ્યો હતો.
જ્યાં એક વીજ થાંભલા પર ચડીને જીવતો વાયર પકડી લેતા તે દાઝી ગયો હતો. થાંભલા પરથી નીચે પટકાયા બાદ પોતે જ 108 જાણ કરી હતી. 108ના સ્ટાફે આવી તેની પત્નીને કોલ કરી ઘટના અંગે જાણ કરતાં તેણે ભલે દાઝી ગયો તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો. જે બાદ તેને સિવિલના બર્ન્સ વોર્ડમાં ખસેડાયો હતો. પોલીસે તેની પત્નીને કોલ કર્યો હતો. પરંતુ તે સ્વીચ ઓફ આવતો હતો. પતિ-પત્ની વચ્ચે મોબાઇલને લઇ માથાકૂટ થતી હતી કે અન્ય બાબત હતી તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી બે લોકોનાં મોત, પરિવારનો કાળો કલ્પાંત- Gujarat Post | 2023-11-23 11:46:00
SRP જવાને કરી લીધી આત્મહત્યા, રાજકોટમાં PGVCLના બંદોબસ્તમાં મુકાયેલા જવાને પોતાની સર્વિસ બંદૂકથી મારી ગોળી | 2023-11-16 10:35:16
રાજકોટ નજીકથી અંગ્રેજી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, ચોરખાનામાંથી 6300 બોટલો મળી- Gujarat Post | 2023-11-08 10:48:45