Sun,05 May 2024,8:38 pm
Print
header

અમેરિકામાં પત્નીની હત્યા કરી હતી....FBI એ અમદાવાદના ભદ્રેશ પટેલને પકડવા માટે 2 લાખ ડોલરના ઇનામની કરી જાહેરાત

વોંશિગ્ટનઃ અમેરિકી તપાસ એજન્સી FBI છેલ્લા આઠ વર્ષથી વિરમગામના મૂળ ભારતીય નાગરિક ભદ્રેશ કુમાર પટેલને શોધી રહી છે. એફબીઆઈએ મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ભદ્રેશ કુમારની ધરપકડ કરવા માટેની માહિતી માટે US $ 2 લાખના ઈનામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો રહેવાસી ભદ્રેશકુમાર 2017થી FBIની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

જાણો કોણ છે ભદ્રેશ કુમાર પટેલ ?

અમદાવાદમાં રહેતા ભદ્રેશ કુમારે અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈને મુશ્કેલીમાં મુકી દીધી છે. 2017માં તે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આવ્યો ત્યારથી FBI તેની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી છે. ભદ્રેશ કુમાર પર 2015માં હેનોવર, મેરીલેન્ડમાં ડંકિન ડોનટ્સ કોફી શોપમાં છરી વડે તેની પત્નીની હત્યા કરવાનો આરોપ છે. ઘટના બાદથી આરોપી ફરાર છે. એફબીઆઈએ તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરી છે. 20 એપ્રિલ, 2015 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મેરીલેન્ડ ડિસ્ટ્રિક્ટ, બાલ્ટીમોર, મેરીલેન્ડમાં ફેડરલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

સમગ્ર મામલો શું છે ?

કેસ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં અનુસાર ઘટના સમયે આરોપી 24 વર્ષનો હતો, જેણે તેની 21 વર્ષની પત્નીની છરી વડે હત્યા કરી હતી. દરમિયાન તેણે દુકાનની પાછળના રૂમમાં જ્યાં બંને કામ કરતા હતા ત્યાં છરી વડે તેના પર અનેક વાર ઘા કર્યાં હતા. આ ઘટના સમયે દુકાનમાં ગ્રાહકો હાજર હતા. હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા સમાપ્ત થઈ ગયા હતા. તેની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો.

દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી ભદ્રેશ અને તેની પત્ની પલક સ્ટોરના રસોડામાં સાથે ચાલતા જોવા મળ્યાં હતા. હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ગ્રાહકે સ્ટોર પર કોઈ કર્મચારીને જોયા નહીં અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસને પલકનો મૃતદેહ મળી આવ્યો હતો, અને આરોપી ઘટના સ્થળેથી નીકળી ગયો હતો. હત્યા બાદ ભદ્રેશ પટેલ તેના એપાર્ટમેન્ટમાં પરત ફર્યો હતો અને કેટલાક દસ્તાવેજો સાથે કેબમાં બેસીને નીકળી ગયો હતો. આરોપી યુએસથી ભાગી ગયો હતો અને તે કેનેડા અથવા એક્વાડોરમાં ગયો હતો. હાલમાં તે ક્યાં છે તેની પોલીસને પણ ખબર નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch