Mon,06 May 2024,1:03 am
Print
header

બલૂચિસ્તાનના ગ્વાદર બંદર પર આતંકવાદી હુમલો, સુરક્ષા દળોએ 8 આતંકીઓને કર્યાં ઠાર

બલૂચિસ્તાનઃ ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર બંદૂકો અને વિસ્ફોટકોથી સજ્જ અજાણ્યા હુમલાખોરો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA) સંકુલમાં ઘૂસી ગયા અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરો પોર્ટની અંદર સ્થિત બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા. સ્થાનિક સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો અને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ડોન ન્યઝના અહેવાલ મુજબ પોલીસ અને સુરક્ષા દળોએ આઠ સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યાં છે.

સંકુલની અંદરથી જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબારથી આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. GPA પાકિસ્તાનના ત્રીજા સૌથી મોટા બંદર ગ્વાદર પોર્ટના બાંધકામ સ્થળને હોસ્ટ કરવા ઉપરાંત વિવિધ સરકારી સંસ્થાઓ માટે હબ તરીકે સેવા આપે છે. આ હુમલો ગ્વાદર બંદર પર થયો હતો, જ્યાં ચીનના એન્જિનિયર સહિતનો સ્ટાફ કામ કરે છે. આ બંદર ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો એક ભાગ છે, જે બેઇજિંગના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નું કેન્દ્ર છે.

અહીં મોટી સંખ્યામાં ચીની કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી જૂથો દ્વારા ચીનના લક્ષ્યાંકો પર પહેલાથી જ હુમલા કરવામાં આવી રહ્યાં છે. ઑગસ્ટ 2023 માં બંદૂકધારીઓએ ગ્વાદરમાં ચીની કામદારોના કાફલા પર હુમલો કર્યો હતો અને અલગતાવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ઘટના બાદ ચીનના જવાનોની સુરક્ષા પણ ખતરામાં આવી ગઈ છે.

2021માં ગ્વાદર પોર્ટને લઈને સમજૂતી થઈ હતી

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ગ્વાદર પ્રોજેક્ટમાં ગ્વાદર પોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અરબી સમુદ્રમાં ચીનની પહોંચ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બંદર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન અને ચીને ગ્વાદર પોર્ટને CPEC હેઠળ લાવવા માટે સહમતી દર્શાવી હતી. બંને દેશોએ સંયુક્ત રીતે એક કરાર કર્યો હતો કે તેઓ CPEC હેઠળ ગ્વાદર પોર્ટની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરશે, જેનો ફાયદો પાકિસ્તાન અને ચીન બંનેને થશે. CPEC પ્રોજેક્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે.

આ ચીનની મહત્વાકાંક્ષી બિલિયન-ડોલર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો મોટો પ્રોજેક્ટ છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે CPEC પ્રોજેક્ટ વર્ષ 2013માં શરૂ થયો હતો. આ અંતર્ગત ચીન પાકિસ્તાનમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહ્યું છે. ચીને CPECની શરૂઆતમાં કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટમાં $46 બિલિયનનું રોકાણ કરશે, પરંતુ 2017 સુધીમાં પ્રોજેક્ટની કિંમત વધીને $62 બિલિયન થઈ ગઈ. ભારત શરૂઆતથી જ CPECનો વિરોધ કરી રહ્યું છે કારણ કે આ પ્રોજેક્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. ભારત આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના વિદેશી રોકાણને અસ્વીકાર્યં માને છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch