Fri,03 May 2024,6:52 pm
Print
header

પાછું આવ્યું નકલી ડોક્યુમેન્ટથી પોલીસમાં નોકરી મેળવવાનું કૌભાંડ, રાજકોટમાં પોલીસમાં જોડાતા પહેલા જ એક શખ્સ ઝડપાયો- Gujarat Post

રાજકોટઃ રાજ્યમાં નકલી સર્ટિફિકેટને આધારે નોકરી મેળવવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં નકલી નિમણૂંક પત્રને આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે જસદણના પ્રદીપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા અને બાલા ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોકરક્ષક તરીકેનો બનાવટી નિમણૂંક હુકમ મેળવવા માટે પ્રદીપ મકવાણા તેમજ ભરત મકવાણાએ ભાવેશ ચાવડા અને બાલા ચાવડાને 4 લાખ રૂપિયા આપ્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

લોકરક્ષક ભરતી બોર્ડ 2021 દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, જે ભરતી પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેર ખાતે કુલ 332 ઉમેદવારો ફાળવવામાં આવ્યાં હતા. 19 ઓગસ્ટ 2023ના રોજ 12 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રદીપ મકવાણા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2021 માલ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતે બિન હથિયાર લોકરક્ષક તરીકે નિમણૂંક પામ્યો હોવાનો જણાવ્યું હતું. તેણે પોલીસ કમિશનર રાજકોટ શહેરની સહી વાળો નિમણૂંક પત્ર રજૂ કર્યો હતો.

સમગ્ર મામલે સીટ શાખામાં રેકોર્ડને આધારે તપાસ કરાવતા જે પત્ર રજૂ કરવામાં આવ્યો હતો તે મેહુલ તરંબુડિયા નામના ઉમેદવારની પસંદગીનો હતો. જે હાલ રાજકોટ શહેરમાં ટ્રેનિંગમાં છે. આમ બોગસ ડોક્યુમેંટ દ્વારા નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતાં તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch