Fri,03 May 2024,8:29 pm
Print
header

રાજકોટમાં જ્વેલર્સ પર આઈટીના દરોડામાં રૂ.1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાં, રૂ.12 કરોડની જ્વેલરી-રોકડ જપ્ત- Gujarat Post

રાજકોટઃ શહેરમાં IT નું મેગા સર્ચ ઓપરેશન સતત છઠ્ઠા દિવસે યથાવત છે.રાધિકા, શિલ્પા અને જે પી જવેલર્સમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો, 12 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ મળી છે. અહીં છેલ્લા છ દિવસથી જ્વેલર્સને ત્યાં આઈટી દ્વારા 32 સ્થળો પર તપાસ ચાલી રહી છે. આ દરોડામાં અનેક મિલ્કતોના દસ્તાવેજો પણ આઇટીના અધિકારીઓએ જપ્ત કર્યાં છે.

કરોડો રૂપિયાની ટેક્સચોરીનો પર્દાફાશ

હજુ પણ મળી શકે છે ટેક્સ ચોરીના નવા પુરાવા

મિલકતોના દસ્તાવેજો પણ કરાયા છે જપ્ત

આઈટી વિભાગ દ્વારા પાંચ વર્ષમાં આ સૌથી મોટું ઓપરેશન છે. રિપોર્ટ અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. હજુ પણ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. 200થી વધુ અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે, સર્ચ દરમિયાન ત્રણેય જ્વેલર્સના મેનેજર, કર્મચારીઓના બેંક એકાઉન્ટ અને મોબાઇલની તપાસ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ટેક્સચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, આ જ્વેલર્સે ટેક્સ ન ભરીને સરકારને ચૂનો લગાવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch