Fri,03 May 2024,10:26 am
Print
header

રાજકોટમાં ઝડપાયેલા અલકાયદાના આતંકવાદીઓની પૂછપરછમાં થયા મોટા ઘટસ્ફોટ- Gujarat Post

અમદાવાદઃ રાજકોટમાં બે દિવસ પહેલા એટીએસે અલકાયદા સાથે સંકળાયેલા અને સોની બજારમાં રહીને કામ કરતાં ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આતંકીઓ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જન્માષ્ટમી પર ભરાતા મેળામાં હુમલો કરવાની ફિરાકમાં હતા. હાલ એટીએસ દ્વારા 10થી વધુ શકમંદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક મોડ્યૂલ અંગેની વિગતો સામે આવી છે.ઉપરાંત મોબાઇલ ફોન તપાસતાં અનેક સંપર્કોનો ખુલાસો થયો છે.

એટીએસે આ ત્રણેય આંતકીઓ સાથે સંપર્કમાં રહેનારા બે હેન્ડલર વિશે પણ પ્રાથમિક માહિતી મળી હતી. જે બાદ 12 શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેય આતંકવાદીઓ સૌરાષ્ટ્રમાં સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને જન્માષ્ટમી પર મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા.બાંગ્લાદેશમાંથી તેમને કોડ દ્રારા માહિતી મળતી હતી. આ ત્રણેય આતંકીઓ છેલ્લા છ મહિનામાં કોને મળ્યાં છે તે અંગેની તપાસ થઇ રહી છે.

આતંકીઓની પૂછપરછમાં એટીએસને જાણવા મળ્યું છે કે, અમન છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ટેલિગ્રામ અને કન્વરસેશન નામની એપના માધ્યમથી બાંગ્લાદેશમાં રહેલા અલ-કાયદાના ગુ્રપના હેડ અબુ તલ્હા અને કુરશાન નામ ધરાવતા હેન્ડલરના સંપર્કમાં હતો. તેની પ્રેરણાથી અલ-કાયદામાં જોડાયો હતો. બંને મેસેજીંગ એપની મદદથી સાહિત્ય અને વીડિયો પણ મેળવ્યાં હતાં. મેસેજીંગ એપના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધરાવતા હેન્ડલરના સંપર્કમાં પણ આવ્યો હતો. જેની પાસેથી તેણે જેહાદ અને હીજરત કરવા માટેની પ્રેરણા લીધી હતી. હજુ આતંકીઓની પૂછપરછમાં નવા ખુલાસા થવાની બાકી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch