Mon,06 May 2024,12:07 am
Print
header

સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી, સુરક્ષા વધારાઇ

મુંબઈઃ સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે. એક હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, બીજો લાલ ટી-શર્ટમાં છે. આ તસવીરોને આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીઓને બંને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે.રવિવારે વહેલી સવારે મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસે તેમના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી અને આરોપીની શોધ શરૂ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે શખ્સોએ ચાર ગોળીઓ ચલાવી હતી.  આ બિલ્ડિંગમાં અભિનેતા સલમાન ખાન રહે છે. ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઓળખવા માટે તેમના ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોની ટીમ પણ પુરાવા એકત્ર કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ફાયરિંગ સમયે અભિનેતા સલમાન ખાન ઘરે હતા કે નહીં તે અંગે પોલીસ અને ખાનના પરિવાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ગયા વર્ષે માર્ચમાં ખાનને અભિનેતા સલમાન ખાનની ઓફિસમાં મોકલવામાં આવેલા ઈ-મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને અન્ય એક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી સહિતની કલમો હેઠળ FIR નોંધી હતી.

આ FIR પ્રશાંત ગુંજલકરે બાંદ્રા પોલીસને આપેલી ફરિયાદને આધારે નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યાં અનુસાર, ગુંજલકર અવારનવાર ખાનના બાંદ્રા સ્થિત ઘરે જાય છે અને એક આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. પોલીસે અગાઉ કહ્યું હતું કે ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે ખાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ન્યૂઝ ચેનલને આપેલો ઈન્ટરવ્યું જોયો હશે અને જો તેણે ન જોયો હોય તો તેણે જોવો જોઈએ. ગુંજલકરને ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો ખાન આ મામલો બંધ કરવા ઈચ્છે છે તો તેણે ગોલ્ડીભાઈ સાથે રૂબરૂ વાત કરવી જોઈએ. જૂન 2022માં એક અજાણ્યા વ્યક્તિએ એક પત્રમાં ખાનને ધમકી આપી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch