નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7, ક્વાડ ગ્રૂપ સહિત કેટલીક બહુપક્ષીય સમિટમાં હાજરી આપવા શુક્રવારે સવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. મોદી શિખર સંમેલનમાં બે ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરશે, જેમાં દ્વિપક્ષીય બેઠકો પણ સામેલ છે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું વડાપ્રધાન મોદી તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં જાપાનના શહેર હિરોશિમા જશે, જ્યાં તેઓ જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યાં છે. જાપાન G-7 જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે અને ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
I will be in Australia, where I will be holding talks with my friend, PM @AlboMP. This visit will further cement the India- Australia friendship. I also look forward to interacting with the vibrant Indian community and meeting top Australian CEOs.
— Narendra Modi (@narendramodi) May 19, 2023
ક્વાત્રાએ જણાવ્યું કે G-7 જૂથની બેઠકમાં પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખોરાક અને આરોગ્ય અને વિકાસ ઉપરાંત ડિજિટાઈઝેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી હતી કે ભારત ત્રણ ઔપચારિક સત્રોમાં ભાગ લેશે, જેમાં પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે. પ્રથમ બે સત્રોની થીમ ખોરાક અને આરોગ્ય અને લિંગ સમાનતા અને ક્લાઈમેટ ચેન્જ તથા પર્યાવરણ હશે. સાથે જ ત્રીજા સત્રમાં શાંતિપૂર્ણ, ટકાઉ અને પ્રગતિશીલ વિશ્વ જેવા વિષયો સામેલ કરવામાં આવ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post | 2023-05-27 12:35:42
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20